October 24, 2024

શાળાકીય પ્રવાસ પર લગાવેલો પ્રતિબંધ હટાવાયો, સરકારે જાહેર કરી ગાઈડલાઇન

વડોદરા: હરણી બોટકાંડ બાદ સરકાર દ્વારા મોટો નિર્ણય લઈને શાળાકીય પ્રવાસ ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો. ગત 18 જાન્યુઆરીના રોજ વડોદરા શહેરમાં હરણી તળાવ ખાતે શાળાના બાળકો અને શિક્ષકો શાળા પ્રવાસે આવ્યા હતા. જોકે, હરણી તળાવ ખાતે ચાલતી બોટ સેવા દ્વારા પ્રમાણ કરતાં વધારે લોકો બોટમાં બેસાડવામાં આવ્યા હોવાથી બોટ હરણી તળાવમાં ડૂબી ગઈ હતી જેમાં સ્કૂલના 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા હતા.

આ દુર્ઘટના બાદ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં શાળાઓના શૈક્ષણિક પ્રવાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે સરકારે મહત્વનો નિર્ણય લઈને આ પ્રતિબંધ હટાવી દીધો છે. તો સાથે સાથે, શાળાકીય પ્રવાસને લઈને નવી ગાઈડલાઈન પણ જાહેર કરી છે. જોકે, ચોંકાવનારી વાત તો એ છે કે છેલ્લા એક વર્ષથી પ્રતિબંધ લાગુ હતો અને આટલા મહિનાઓ બાદ જે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. પરંતુ, તેમ એવુ કશું જ ધારદાર નથી કે માત્ર પાંચ પાનાનો એક ઠરાવ તૈયાર કરવામા આટલા મહિનાઓનો સામે લાગી જાય.

પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ટ્વિટ કરીને સરકારે હટાવેલ પ્રતિબંધની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની સરકારી, અનુદાનિત, ખાનગી (સ્વનિર્ભર) પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને આનંદ સાથે શૈક્ષણિક હેતુ સિદ્ધ થાય તે માટે સાંસ્કૃતિક, ઐતિહાસિક તથા વિકસિત સ્થળોએ પ્રવાસના આયોજનની માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરવામાં આવે છે.

ગાઈડલાઇનમાં મહત્વની બાબતો?

  • શૈક્ષણિક પ્રવાસના આયોજન માટે શાળાના આચાર્યની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓના વાલી પ્રતિનિધિ સહિત ‘સમિતિ’ની રચના કરવી તથા સ્થળો સંબંધી વ્યવસ્થા, રૂટ, જોખમો, પ્રવાસના લાભાલાભ વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કર્યા પછી વિદ્યાર્થીઓના વયજુથ અનુસાર પ્રવાસના સ્થળોની પસંદગી કરવી.
  • શૈક્ષણિક પ્રવાસના પ્રકાર અનુસાર (1) રાજ્યના અંદરનો પ્રવાસ હોય તો સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી / જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/ શાસનાધિકારીને (2) રાજ્ય બહારનો પ્રવાસ હોય તો કમિશ્નર અથવા નિયામક અથવા શાળાઓની કચેરી, ગાંધીનગર અને નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી, ગાંધીનગરને (3) વિદેશ પ્રવાસ હોય તો શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરને સાધનિક તમામ વિગતો સાથે પ્રવાસ શરૂ થવાના 15 દિવસ પહેલાં અવશ્ય જાણ કરવાની રહેશે.
  • સમગ્ર પ્રવાસનો પ્રતિદિન (Day To Day) કાર્યક્રમની જાણ કરવાની રહેશે.
  • એક જવાબદાર અને અનુભવી વ્યક્તિની પ્રવાસના ‘કન્વીનર’ તરીકે નિમણૂક કરવાની રહેશે તથા આયોજન મુજબ જ મુસાફરી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
  • એક જવાબદાર અને અનુભવી વ્યક્તિની પ્રવાસના ‘કન્વીનર’ તરીકે નિમણૂક કરવાની રહેશે તથા આયોજન મુજબ જ મુસાફરી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. જો વાલી કોઇ કારણસર આવેલ ન હોય ત્યારે વિદ્યાર્થી મારફત વાલીની સંમતિ મેળવવી, આવી સંમતિ લેખિતમાં લેવી તેમજ વિદ્યાર્થીઓના માતા-પિતા/વાલીના આઇ.ડી.પ્રુફ તથા મોબાઇલ નંબર મેળવવા અને સંમતિ આપેલ હોવાની ખાતરી કરી લેવી.
  • પ્રવાસ મરજિયાત રહેશે કોઇ પણ વિદ્યાર્થી કે તેના વાલીને પ્રવાસ માટે ફરજ પાડી શકાશે નહિ.
  • પ્રવાસમાં 15 વિદ્યાર્થી દીઠ ઓછામાં ઓછા 1 શિક્ષક પ્રવાસમાં જોડાય તે પ્રકારનું આયોજન કરવાનું રહેશે.

અહી વાંચો સમગ્ર માર્ગદર્શિકા: