અંબાજીના યુવાને 427મા રેન્ક સાથે પાસ કરી UPSC, દરરોજ 12 કલાકનો અભ્યાસ

બનાસકાંઠાઃ અંબાજીના યુવાને UPSCની પરીક્ષા પાસ કરીને ગૌરવવંતી સફળતા મેળવી છે. અંકિત રાજપૂતે UPSC પરીક્ષામાં 427મો રેન્ક મેળવ્યો છે. તેણે આ પરીક્ષા પાસ કરવા દરરોજ 12 કલાક અભ્યાસ કર્યો હતો.
દેશની સૌથી અઘરી ગણાતી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષા અંબાજીના યુવાને પાસ કરી લેતા સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અંબાજીના યુવાન અંકિતકુમાર રાજપૂતે ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે. તેમણે ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 427મો ક્રમ પ્રાપ્ત કર્યો છે.
અંકિત અંબાજીના માર્બલ વેપારી ધર્મેન્દ્ર રાજપૂતના પુત્ર છે. તેણે દિલ્હી ખાતે રહીને UPSC પરીક્ષાની તૈયારી કરી હતી. તેઓ રોજના 12 કલાક સખત અભ્યાસ કરતા હતા. નાનપણથી જ અભ્યાસમાં હોશિયાર અંકિતની IAS અધિકારી બનવાની ઈચ્છા છે.