અંબાજીમાં મોટું ડિમોલિશન, રબારી ગોલીયાના 89 મકાનો તોડવામાં આવ્યાં
અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં મોટા પ્રમાણમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. રબારી ગોલીયાના તમામ દબાણો જમીનદોસ્ત કરવામાં આવ્યાં છે. અંદાજે 89 જેટલાં મકાનો તંત્રએ તોડી પાડવામાં આવ્યા છે.
આખી રાત ચાલેલા આ ડિમોલેશનને લઈને 16થી વધુ ટીમોએ સતત 12 કલાક કામ કર્યું છે. કેટલાક ઘર તો દબાણમાં ન હોવા છતાં પણ તોડવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
એક બાથરૂમ દબાણ માં હોવા છતાં આખે આખું ઘર તોડવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તો તબેલાઓનાં દબાણ તોડ્યા બાદ ગાય-ભેંસ પણ રઝળતી થઈ ગઈ છે.