September 14, 2024

બનાસકાંઠાના કોંગ્રેસી લોકસભા ઉમેદવાર ગેનીબેન પર વીજ ચોરીનો આક્ષેપ

banaskantha lok sabha seat congress candidate geniben thakor accused of stealing electricity

ગેનીબેન ઠાકોર પર ખેડૂતે વીજચોરીના આક્ષેપ લગાવ્યા છે.

બનાસકાંઠાઃ લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામી ગયો છે. ત્યારે બનાસકાંઠાના લોકસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર ગેનીબેન ઠાકોર વિવાદમાં આવ્યા છે. તેમના પર ખેડૂતે વીજ ચોરીનો આક્ષેપ કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર ગેનીબેન ઠાકોર પર વીજ ચોરીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પિયત માટે કેનાલમાંથી પાણી લેવા વીજ ચોરીનો આક્ષેપ કર્યો છે. છાત્રાલય માટે કેનાલમાં મોટર મૂકી વીજ ચોરી અને પાણી લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ત્યારે આ વીજ ચોરી મામલે ખેડૂતને દંડ ફટકારવામાં આવે છે અને ધારાસભ્ય વીજ ચોરી કરે તો આ દંડ નહીં ફટકારતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, છાત્રાલયની બાજુના ખેતરમાં રહેતા ખેડૂતને વીજ ચોરી માટે વીજ વિભાગે દંડ ફટકાર્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટના બાદ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે ધારાસભ્યને પણ વીજચોરી માટે દંડ ફટકારવાની માગ કરી છે.