December 27, 2024

ગીઝરના ગેસથી ગૂંગળાઈને સગીરાનું મોત, પાલનપુર-આબુ હાઇવેની તિરુપતિ નગરની ઘટના

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ પાલનપુર-આબુ હાઈવે નજીક આવેલી તિરૂપતિ રાજનગર સોસાયટીમાં સવારે હૃદયદ્વાવક ઘટના બની છે. બાથરૂમમાં કિશોરીનું ગીઝરના ગેસથી ગૂંગળાઈ જતાં મોત થયું છે. 15 મિનિટ સુધી બહાર ન નીકળતા માતાએ દરવાજો ખખડાવ્યો અને જાળીમાંથી જોતા મૃત પડી હતી. ડોક્ટરોનું પણ માનવું છે કે, ગેસ ગીઝર અસાધારણ છે, પરંતુ એને સાધારણ તરીકે ન લઈ શકાય. ટેક્નિકલ એક્સપર્ટોનું કહેવું છે કે, ગેસ ગીઝરની નિયમિત સર્વિસ થવી જોઈએ.

પાલનપુર-આબુ હાઇવે નજીક આવેલી તિરૂપતિ રાજનગર સોસાયટીના મકાનમાં બુધવારે સવારે બાથરૂમમાં ન્હાવા ગયેલી કિશોરીનું ગીઝરના ગેસથી ગૂંગળાઈ જવાથી મોત થયું હતું. 15 મિનિટ સુધી બાથરૂમમાંથી કોઈ અવાજ ન આવતાં કે પુત્રી બહાર ન નીકળતા માતાએ દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ખોલતાં મકાન પાછળ જઈ કાચની ઝાળીમાંથી જોતા તેણી ફર્સ ઉપર પડેલી હતી. આથી પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબે તેણીને મૃત જાહેર કરી હતી.

તિરૂપતિ રાજનગર સોસાયટીમાં રહેતા મૂળ વડગામના વેસાના દુષ્યંતભાઈ વ્યાસ બિલ્ડિંગ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના ત્રણ સંતાનો વિશ્વા અને દક્ષ પૈકી વચેટ દીકરી દુર્વા (13) બુધવારે સવારે 11.30 કલાકની આસપાસના સમયે તેમના મકાનના બાથરૂમમાં ન્હાવા માટે ગઇ હતી. જે બાથરૂમમાં ગયા પછી 15 મિનિટ સુધી કોઈ અવાજ આવ્યો ન હતો કે તે બહાર પણ ન નીકળતાં તેમની માતા મિતલબેને દરવાજો ખખડાવ્યો હતો. જો કે, દરવાજો ન ખોલતાં મકાન પાછળ ગયા હતા. જ્યાં બાથરૂમની કાચવાળી ઝાળીમાંથી અંદર જોતા દુર્વા ફર્સ ઉપર પડી હતી. આથી પરિવારજનો એકત્ર થઈ ગયા હતા અને દરવાજો તોડી દુર્વાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં તેનું મોત થયું હતું.