‘મતદારો મહાન છે સત્તા મહાન નથી’, અપક્ષ ઉમેદવાર માવજી પટેલે આપ્યું નિવેદન
Banaskantha: બનાસકાંઠા વાવ પેટા ચૂંટણીને લઈને મતદાન ચાલું છે. ત્યારે વાવ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને અપક્ષ ઉમેદવાર માવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. માવજી પટેલે News capital સાથેની વાતમાં કહ્યું છે કે, જંગી મતદાન એ જીત તરફ છે. સત્તામાં બેઠેલા લોકોએ ભૂલવું ન જોઈએ કે મતદારો મહાન છે સત્તા મહાન નથી.
પેટા ચૂંટણીને લઈને માવજીભાઈ પટેલે શંકર ચૌધરી પર આડકતરી રીતે પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે, પહેલાના જન પ્રતિનિધિઓ અહીંથી છોડી છોડીને જતા રહ્યા છે. તેમજ સવારથી મતદાતાઓ મતદાન કરી રહ્યા છે. આ પ્રજા મતની જીત થશે. જંગી મતદાનને પ્રજાનો બહુમત ગણાવ્યો અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો: મતદાન મથકે ‘ગુલાબ’નું ‘સ્વરૂપ’ બદલાયું, દૂરથી કોણે કોને કહ્યું રામ-રામ
ઉલ્લેખનીય છે કે, વાવ બેઠક પર વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે. આ વચ્ચે બીજેપી અને કોંગ્રેસ નેતા દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. બન્ને દ્નારા જીત માટે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે ગુલાબ સિંહે કહ્યું હતું કે કમળ અને અપક્ષ પર ‘ગુલાબ’ ભારે પડશે. તેમજ કમળના મૂળિયાં ઉખેડી ફેંકવાના છે. તો બીજેપી ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. ગત વખતની હાર પર બોલતા સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું છે કે ગત ચૂંટણીમાં થોડી કચાસ રહી ગઈ હતી. ગત ચૂંટણીમાં હું નવો ચહેરો હતો. સમય ઓછો હોવાના લીધે ક્યાંક લોકો સુધી પહોંચી શક્યા નહોતા.