September 21, 2024

બુમરાહ સાથે કારકિર્દીની શરૂઆત કરનાર બોલરે નિવૃત્તિની કરી જાહેરાત

Barinder Sran Retirement: એક પછી એક ભારતીય ખેલાડીઓ નિવૃત્તિની જાહેરાત કરી રહ્યા છે. થોડા જ સમય પહેલા શિખર ધવને નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે જસપ્રિત બુમરાહ સાથે કારકિર્દીની શરૂઆત કરનાર ઝડપી બોલર બરિન્દર સરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. 31 વર્ષીય બરિન્દર સરનનું આંતરરાષ્ટ્રીય કરિયરની સફર લાંબી રહી નથી.

નિવૃત્તિની જાહેરાત કરી
ભારતીય બોલરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. પોતાની પોસ્ટમાં તેણે જણાવ્યું કે , 2009 માં બોક્સિંગમાંથી સ્વિચ કર્યા પછી, ક્રિકેટે મને અસંખ્ય અને અવિશ્વસનીય અનુભવો આપ્યા છે, ઝડપી બોલિંગ ટૂંક સમયમાં જ મારું નસીબદાર બની ગયું છે. આખરે 2016માં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સર્વોચ્ચ સન્માન મળ્યું. “ભલે મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દી શોર્ટ રહી હતી, યાદોને હંમેશા યાદ રાખવામાં આવશે. યોગ્ય કોચ અને મેનેજમેન્ટ આપવા માટે હું ભગવાનનો કાયમ આભારી છું, જેમણે મને આખી યાત્રા દરમિયાન સાથ આપ્યો.” તમને જણાવી દઈએ કે બરિન્દર સરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે સ્થાનિક ક્રિકેટને પણ અલવિદા કહી દીધું છે.

 

View this post on Instagram

 

A post shared by Barinder Sran (@sranbarinder51)

આ પણ વાંચો: આ દિગ્ગજ ખેલાડીએ નિવૃત્તિમાંથી ફરી યુ-ટર્ન લીધો

આવી કારકિર્દી હતી
વર્ષ 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર બરિન્દર સરન સિંહે 6 ODI અને 2 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે ODIમાં 7 વિકેટ લીધી હતી. જેમાંથી 3/56 તેની સર્વશ્રેષ્ઠ હતી. આ સિવાય તેણે T20 ઈન્ટરનેશનલમાં 6 વિકેટ લીધી હતી, જેમાં તેનો બેસ્ટ બોલિંગ ફિગર 4/10 હતો. તેણે તેની કારકિર્દીમાં કુલ 18 ફર્સ્ટ ક્લાસ અને 31 લિસ્ટ A મેચ રમી હતી. ફર્સ્ટ ક્લાસની 28 ઇનિંગ્સમાં બોલિંગ કરીને તેણે 47 વિકેટ લીધી હતી, જ્યારે તેણે લિસ્ટ Aની 31 ઇનિંગ્સમાં 45 વિકેટ લીધી હતી.