ઓરેન્જ કેપ માટે કાંટે કી ટક્કર, જાણો કોણ છે આ રેસમાં આગળ

Orange Cap Holder: આ વર્ષની તમામ આઈપીએલની મેચ રસપ્રદ જોવા મળી રહી છે. ચેન્નાઈ અને રાજસ્થાન પછી, હવે હૈદરાબાદની ટીમ પણ ટોપ 4 ની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ વચ્ચે ઓરેન્જ કેપ માટેની રેસ ખૂબ જ રોમાંચક બની ગઈ છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં 2 ખેલાડીઓ એવા છે કે જેમણે 500નો આંકડો પાર કર્યો હતો. આવનારી મેચમાં આ રેસ વધારે શાનદાર બનશે.

આ પણ વાંચો: IPL 2025 વચ્ચે, હાઇકોર્ટે RCB ને આપ્યો મોટો ઝટકો, જાણો સમગ્ર માહિતી

વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા
આઈપીએલ 2025માં સૌથી વધારે રન વિરાટે બનાવ્યા છે. વિરાટે 11 મેચ રમી છે જેમાં તેણે 505 રન ફટકાર્યા છે. વિરાટે 7 અડધી સદી ફટકારી છે. બીજા સ્થાનની વાત કરવામાં આવે તો સાઈ સુદર્શન આવે છે. જે ગુજરાતની ટીમમાંથી રમી રહ્યો છે. તેણે 10 મેચ રમીને 504 બનાવ્યા છે. 5 અડધી સદી ફટકારી છે. આ બે બેટ્સમેન સિવાય, બીજા કોઈએ 500 નો આંકડો સ્પર્શ્યો નથી. જેના કારણે આ બંને ખેલાડીઓમાં જબદસ્ત મુકાબલો જોવા મળી શકે છે.