ટીમ ઈન્ડિયાની હાર પર BCCIની 6 કલાક સુધી બેઠક ચાલી
Team India: ભારતીય ટીમને તાજેતરમાં ટેસ્ટ સિરીઝ ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 24 વર્ષમાં પહેલી વખત એવું બન્યું કે ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. આ હાર થતાની સાથે ટીમ ઈન્ડિયાને ઘણું નુકસાન થયું છે. હવે આ હાર બાદ ટીમ ઈન્ડિયા અને BCCI વચ્ચે ચર્ચા કરવામાં આવી રહી છે.
BCCI વચ્ચે ઊંડી ચર્ચા ચાલી રહી છે
ભારતને 24 વર્ષમાં પ્રથમ વખત ઘરઆંગણે ક્લીન સ્વીપનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેના કારણે ટીમ ઈન્ડિયાને ઘણું નુકસાન થયું છે. પોઈન્ટ ટેબલમાં એક સ્થાન પાછળ ટીમ ઈન્ડિયા જતું રહ્યું છે. જેના કારણે હવે ટીમ ઈન્ડિયા અને BCCI વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે આ વિશે. ટીમ ઈન્ડિયા આગળની સિરીઝમાં ફરી હારનો સામનો ના કરવો પડે તે માટે ચર્ચા કરી રહી છે.
આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત
જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો
એક મીડિયાના રિપોર્ટ પ્રમાણે આ 6 કલાકની મેરેથોન મીટિંગ હતી. આ હાર બાદ આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. BCCI આ પહેલા ટીમ ઈન્ડિયાને પાટા પર લાવવા માંગે છે. BCCIના અધિકારીઓ એ વાતથી નારાજ જોવા મળી રહ્યા છે કે સતત 2 મેચમાં હાર મળી છતાં જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો. આવા કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચર્ચાઓ કરવામાં આવી હતી.