વિરાટ કોહલીના ટેસ્ટમાંથી નિવૃત્તિ પર BCCIએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

BCCI on Virat Kohli Test Retirement: વિરાટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. BCCIએ આ માટે તેને બહુ સમજાવ્યો હતો. પરંતુ તે માન્યો ના હતો. રોહિતે જેવી નિવૃત્તિની જાહેરાત કરી તરત જ બીસીસીઆઈ વિરાટને ઈંગ્લેન્ડ પ્રવાસ પર કેપ્ટન બનાવવા માંગે છે તેવી ચર્ચા થવા લાગી હતી. પરંતુ વિરાટે આખરે આજે નિવૃત્તિની જાહેરાત કરી છે. આ પછી BCCIએ વિરાટને લઈને એક પોસ્ટ શેર કરી છે. આવો જાણીએ કે શું લખ્યું BCCIએ.

આ પણ વાંચો: 269ના છેલ્લા રામ રામ, વિરાટ કોહલીના નિવૃત્તિ પછી આ ખાસ નંબરનો અર્થ શું છે?

BCCIએ આપી પ્રતિક્રિયા
વિરાટ કોહલીના ટેસ્ટમાંથી નિવૃત્તિ પર BCCIએ પ્રતિક્રિયા આપી છે. BCCI એ પોસ્ટ પર લખ્યું, “આભાર વિરાટ કોહલી. ટેસ્ટ ક્રિકેટમાં એક યુગનો અંત આવ્યો છે પણ વારસો હંમેશા ચાલુ રહેશે! ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ટીમ ઈન્ડિયામાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે!” ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. હવે વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ બંને ખેલાડીની નિવૃત્તિને કારણે ટેસ્ટ ક્રિકેટમાં એક યુગનો અંત આવ્યો છે.