બહુચરાજીના દેલપુરામાં 7 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ, અજ્ઞાત ફળ ખાતા ઉલટીઓ થઈ
મહેસાણાઃ બહુચરાજીના એક ગામમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાની ઘટના સામે આવી છે. સાતથી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, બહુચરાજી તાલુકાના દેલપૂરાની ગામે આ ઘટના બની છે. જેમાં સાતથી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. શાળા નજીક ઉગેલા છોડ ઉપરથી અજ્ઞાત ફળ ખાઈ જતા ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી.
ત્યારે સાત જેટલા બાળકોને તાત્કાલિક સારવાર માટે બહુચરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા વાલીઓ ચિંતામાં મૂકાયા હતા. બાળક ઘરે પહોંચતા ઉલટીની ફરિયાદ બાદ હોસ્પિટલ ખસેડાયા હતા.