July 7, 2024

IPL 2024 પહેલા ધોની મા દેવરીના શરણે

IPL 2024: ધોનીએ દેવરી મંદિરની મુલાકાત લીધી છે. એમએસ ધોની આગામી સીઝન માટે આશીર્વાદ લેવા માટે 5મી ફેબ્રુઆરીએ તામરમાં મા દેવરી મંદિર પહોંચ્યા હતા. ઘૂંટણની સર્જરી બાદ ધોની આગામી સિઝનમાં જીતના લક્ષ્ય સાથે વાપસી કરી શકે છે.

ધોની સર્જરી બાદ પરત ફરશે
નવી સીઝન પહેલા, ધોની તેના હોમટાઉન રાંચીની નજીક સ્થિત મા દેવરી મંદિરની મુલાકાત લીધી હતી. ધોનીને મંદિરોમાં વિશેષ શ્રદ્ધા છે કારણ કે તે અવારનવાર આશીર્વાદ લેવા માટે મંદિરોમાં જોવા મળ્યો છે. આઈપીએલની વાત કરવામાં આવે તો ધોની ફરી એકવાર કમબેક કરવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે ધોનીએ IPL 2023ની આખી સિઝન ઘૂંટણ પર પટ્ટી બાંધીને રમી છે.

આ પણ વાચો: ગુજરાતની ટીમને મોટો ફટકો, આ ખેલાડી WPL 2024 નહીં રમે

IPL મેચ ફિક્સિંગ મામલે પૂર્વ IPSને રાહત
સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી કરતા મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. મહેન્દ્ર સિંહ ધોની દ્વારા દાખલ કરાયેલા કોર્ટના અવમાનના કેસમાં નિવૃત્ત આઈપીએસ અધિકારીને મદ્રાસ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી 15 દિવસની જેલની સજા પર સોમવારે વચગાળાનો સ્ટે મૂકવામાં આવ્યો છે. જસ્ટિસ એએસ ઓકા અને ઉજ્જવલ ભુયાનની બેન્ચે હાઈકોર્ટના આદેશ સામે કુમારની અરજી પર નોટિસ જારી કરી હતી. તમને જણાવી દઈએ આ કેસની આગામી સુનાવણી 8મી માર્ચના હવે કરવામાં આવશે. હાઈકોર્ટે ગયા વર્ષે 15 ડિસેમ્બરે કુમારને ગુનાહિત અવમાનના માટે દોષિત ઠેરવ્યો હતો. તિરસ્કારની અરજીમાં ધોનીએ રૂપિયા 100 કરોડના માનહાનિના દાવાના જવાબમાં દાખલ કરેલા તેમના લેખિત નિવેદનમાં ન્યાયતંત્ર વિરુદ્ધ કરેલી ટિપ્પણીઓ બદલ કુમારને સજા કરવાની માંગ કરી હતી. ધોનીએ 2014માં (IPL) સટ્ટાબાજીના કૌભાંડમાં લોકપ્રિય ક્રિકેટરનું નામ લેવા બદલ પૂર્વ પોલીસકર્મી વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી.

Dhoni પહેરે છે આ ખાસ બેન્ડ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક ફોટો સામે આવ્યો છે. જેમાં તેઓ સ્પેશિયલ બેન્ડ પહેરેલો જોવા મળે છે. તે બેન્ડ ફિટનેસનો છે જેનું નામ WHOOP છે. WHOOP બેન્ડ માત્ર મહેન્દ્ર સિંહ ધોની જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના બીજા ખેલાડીઓ પણ પહેરતા જોવા મળ્યા છે. આ ફિટનેસ બેન્ડ વિશ્વભરના ટોચના એથ્લેટ્સમાં ખૂબ લોકપ્રિય જોવા મળે છે.

આ પણ વાચો: IND vs ENG: યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો