March 3, 2025

IPL 2025 પહેલા KKRએ ચાહકોને મોટી ભેટ આપી, આવું કરનારી બનશે પ્રથમ ટીમ

IPL 2025: પાકિસ્તાન અને દુબઈમાં યોજાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી હવે સમાપ્ત થવાના આરે છે. હવે ક્રિકેટ ચાહકો આઈપીએલની રાહ જોઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટ 22 માર્ચથી શરૂ થવાની છે. આ વચ્ચે હવે કોલકાતા નાઈટ રાઇડર્સે તેની નવી જર્સી શેર કરી છે. સોશિયલ મીડિયા પર તેના સત્તાવાર હેન્ડલ પરથી એક વીડિયો શેર કરીને નવી જર્સીની ઝલક આપી છે.

આ પણ વાંચો: શર્માની ફિટનેસ પર બફાટ કરતા કોંગ્રેસ નેતાને ક્રિકેટ બોર્ડે આપ્યો સણસણતો જવાબ

જર્સી લોન્ચિંગ કાર્યક્રમમાં આ ખેલાડીઓ જોવા મળ્યા
જર્સી લોન્ચિંગ કાર્યક્રમમાં ઘણા ખેલાડીઓ જોવા મળ્યા હતા. જેમાં મનદીપ સિંહ, મનીષ પાંડે, રિંકુ સિંહ, વેંકટેશ ઐયર, રવૈભવ અરોરા, અનુકુલ રોય, મયંક માર્કંડે અને લવનીથ સિસોદિયા જોવા મળ્યા હતા. ટીમના મોટા ભાગના સ્ટાર ખેલાડીઓ જર્સી લોન્ચિંગ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ વર્ષના એક નવો પ્રયોગ શરૂ કર્યો છે. ચેમ્પિયન ટીમની જર્સીની સ્લીવ પર IPLનો ગોલ્ડન બેજ લગાવવામાં આવશે. આ વખતે KKR ટીમ આ બેજ પહેરીને મેદાનમાં ઉતરશે. આવું કરતાની સાથે KKR ટીમ આ બેજ પહેરીને મેદાનમાં ઉતરનાર પ્રથમ ટીમ બનશે. આ બેજને લઈને ચાહકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત એ છે કે KKR એ હજુ સુધી કેપ્ટનની જાહેરાત કરી નથી.