IPL 2025 પહેલા રોહિત શર્મા પરિવાર સાથે ફરી રહ્યો છે માલદીવ, ફોટા થયા વાયરલ

IPL 2025: IPL શરૂ થવામાં હવે થોડો જ સમય બાકી છે. આ પહેલા રોહિત શર્મા પોતાના પરિવાર સાથે ફરવા નિકળ્યો છે. રોહિત પરિવાર સાથે માલદીવ પહોંચ્યો છે. આ સમયના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: WPL 2025 ટાઇટલ જીતવા પર વિજેતા ટીમને કેટલા કરોડનું ઇનામ મળશે?

ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો
ભારતે તાજેતરમાં રોહિત શર્માની કપ્તાની હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. રોહિતે ફાઇનલમાં 76 રનની મેચ વિજેતા ઇનિંગ રમી હતી. જેના કારણે રોહિતને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ આપવામાં આવ્યો છે. રોહિત શર્મા હવે દુબઈથી મુંબઈ પરત ફર્યો છે. આ પછી પરિવાર સાથે તે રજાઓ માણવા માટે માલદીવ ગયો છે. આ સમયના ફોટા વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં જોઈ શકાય છે કે રોહિત તેના પરિવાર સાથે બીચ પર છે. બીજા ફોટોમાં તે તેની દીકરી સાથે જોવા મળે છે. વેકેશનમાંથી આવીને રોહિત મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પમાં જોડાશે.