October 8, 2024

ચૂંટણી પહેલા પોલીસનું સર્ચ ઓપરેશન, ધડાધડ વોન્ટેડ આરોપીઓની કરી ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: આગમી લોકસભાની ચૂંટણી ને લઈ ને કાયદો અને વ્યવસ્થા ની જાળવણી માટે અમદાવાદમાં અનેક ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવા ગુજરાત પોલીસે વોન્ટેડ આરોપી મિશન શરૂ કર્યું છે જેમાં ગુજરાત રાજ્ય થતા આંતર રાજ્યોના આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવીને જુદા જુદા જિલ્લા અને શહેરો તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં અત્યાર સુધીમાં 4 હજાર 800 જેટલા આરોપી વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે..આ વોન્ટેડ આરોપી ની તપાસ કરતા 12 જેટલા આરોપી મૃત્યુ પામ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે જ્યારે 16 આરોપી અન્ય ગુનામાં જેલ વાસમાં સજા કાપી રહ્યા હોવાનું ખૂલ્યું છે. આ ઉપરાંત કેટલા આરોપીએ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી હોવાનું તપાસમાં ખૂલ્યું છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચોરી ,લૂંટ ,છેતરપીંડી અને પ્રોહોબિશન એક્ટ હેઠળ નાં 50 જેટલા વોન્ટેડ આરોપી ઝડપ્યા છે. જેમાં 34 વર્ષથી ઓઢવ પોલીસ સ્ટેશન છેતરપીંડી ગુનાં વોન્ટેડ બે આરોપી ધરપકડ કરી. જે પકડાયેલ બે આરોપી બાબુ વણઝારા અને દેવા ઉર્ફે દેવીલાલ વણઝારા જુવાનીમાં છેતરપીંડી કરી હતી અને વૃદ્ધા અવસ્થામાં ધરપકડ થઈ છે. આવી જ રીતે ક્રાઇમ બ્રાન્ચે ભુ માફિયાની ધરપકડ કરી છે. જેમાં 2022માં ખેડૂત સાથે મળીને ખોટા દસ્તાવેજ બનાવીને જમીન મલિકની જાણ બહાર જમીન પંચાવી પડવાનું ષડયંત્ર રચ્યું હતું. આ મિશન અંતર્ગત સૌથી વધુ 12 આરોપી એક વર્ષથી વોન્ટેડ હતા તેની ધરપકડ કરી છે જ્યારે 16 થી 25 વર્ષ સુધી વોન્ટેડ 8 આરોપી અને 3 વર્ષથી વોન્ટેડ આરોપી એવા 6 આરોપીની ધરપકડ કરી છે. આ પ્રકારે 50 જેટલા વોન્ટેડ આરોપી પકડાયા છે…

ઉલ્લેખનીય છે કે પોલીસના રેકોર્ડ પર હજી 4200 થી વધુ આરોપી ઓ વોન્ટેડ છે. જેમાં ગંભીર ગુના અને પ્રોહિબીશન આરોપીઓ જ વોન્ટેડ છે. જેમાં પોલીસ તપાસમાં નામ અને સરનામા પૂરા મળ્યા ના હોવાથી પોલીસ પકડી શકતી નથી. જેથી હવે આવા વોન્ટેડ ગુનેગારો ને પકડાશે કે નહિ તે મોટો સવાલ છે..