LPG ફ્રી સિલિન્ડર સહાય યોજનાનો 1.60 લાખ થી વધુ નાગરિકોએ લાભ મેળવ્યો: ભીખુસિંહજી પરમાર

Jamnagar News: જામનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં LPG ફ્રી સિલિન્ડર સહાય યોજના હેઠળ કેટલા લાભાર્થીઓને લાભ મેળવ્યો તે અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભિખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે,તા.31/12/2024ની સ્થિતિએ 1,60,765 નાગરિકોને આ યોજનાનો લાભ અપાયો છે. જેમાં પ્રથમ ક્વાર્ટર(એપ્રિલ 24 થી જૂન 24)માં 79,429 તથા બીજા ક્વાર્ટર (ઓકટો.24 થી ડિસે.24) માં 81,336 લાભાર્થીઓને લાભ અપાયો છે.
આ પણ વાંચો: રોહિત શર્માએ અનોખી સદી ફટકારી, સૌરવ ગાંગુલી પણ નતી કરી શક્યો આવું
સ્વાસ્થ્યને થતા નુકશાનને અટકાવવા
રસોઈમાં લાકડા અને છાણ જેવા ઇંધણનો વપરાશ કરવાથી ધુમાડાના કારણે મહિલાઓના સ્વાસ્થ્યને થતા નુકશાનને અટકાવવા માટે LPG ફ્રી સિલિન્ડર સહાય યોજના અમલી બનાવવામા આવી છે.LPG ફ્રી સિલિન્ડર સહાય યોજના અંતર્ગત વર્ષ 2024માં જામનગર જિલ્લામાં કુલ 96,601 લાભાર્થીઓ નોંધાયેલા છે.ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજના હેઠળ 7.81 કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે તેમ મંત્રી પેટા પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું હતું.