November 1, 2024

દ્રારકા: બેટ દ્વારકાના સિગ્નેચર બ્રિજનું બદલાશે નામ

દ્રારકા: છેલ્લા કેટલાક સમયથી બેટ દ્રારકાના સિગ્નેચર બ્રિજનુ નામ બદલાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે હવે સિગ્નેચર બ્રિજનું નામ બદલવામાં આવશે. નોંધનીય છે કે, સિગ્નેચર બ્રિજનું નામ સુદર્શન બ્રિજ રાખવામાં આવશે. મળતી માહિતી અનુસાર સોશિયલ મીડિયામાં બ્રિજના નામ બદલવાની લોકોએ માંગ કરી હતી.

મળતી માહિતી અનુસાર ઓખા અને બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે. જેનું 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. જે બાદ ભક્તો બેટ દ્વારકાનું 34 કિલોમીટરનું અંદર ફક્ત ગણતરીની મિનિટોમાં જ કાપી શકશે. વર્ષ 2017માં વડાપ્રધાન મોદીએ જ દ્વારકાના સૌથી મોટા પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. જોકે, હવે દ્વારકાના ઘુઘવતા દરિયા પર 900 કરોડના ખર્ચે 2320 મીટર લાંબો બ્રિજ બનીને તૈયાર છે.

જ્યારે હવે સિગ્નેચર બ્રિજનું નામ સુદર્શન બ્રિજ રાખવામાં આવશે. મળતી માહિતી અનુસાર સોશિયલ મીડિયામાં બ્રિજના નામ બદલાની લોકોએ માંગ કરી હતી. ભાજપ જિલ્લા પ્રમુખના પોસ્ટરમાં સુદર્શન બ્રિજનો ઉલ્લેખ કરાયો છે. તો મયુર ગઢવીના પોસ્ટરમાં સુદર્શન બ્રિજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જોકે, હવે નાના-મોટા તમામ વાહનો પસાર થઇ શકશે. 25મી ફેબ્રુઆરીએ પીએમ મોદી દ્વારકાની મુલાકાતે છે. જ્યાં તેઓ સિગ્નેચર બ્રિજ રાષ્ટ્રને સમર્પિત કરવાના છે. આ અગાઉ જામનગરમાં પીએમ મોદીના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

શનિવારે સાંજે એટલે કે 24મી ફેબ્રુઆરીએ પીએેમ મોદી જામનગર એરપોર્ટ પહોંચશે. જ્યાં એરપોર્ટથી સર્કિટ હાઉસ સીધી પીએમના રૂટ પર રોડ જેવી તૈયારીઓ કરવામાં આવી છે. આ રુટની ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. સાંસદ પૂનમ માડમે પીએમ મોદીના રૂટનું નિરીક્ષણ કર્યું.