July 3, 2024

નવા કાયદાથી નવી ક્રાંતિ, આતંકી ગતિવિધિઓમાં સામેલ શખ્સો સામે થશે કડક કાર્યવાહી

ભારતીય ન્યાય સંહિતા: ત્રણ નવા અપરાધિક કાયદાઓમાં આતંકવાદી કૃત્યને પરિભાષિત કરવામાં આવ્યા છે. ભારતીય ન્યાય સંહિતા (NBS)ની કલમ 113 હેઠળ આ પ્રકારના કૃત્યો સામેલ છે જે ભારતની એકતા, અખંડિતતા, સંપ્રભુત, સુરક્ષા, આર્થિક સુરક્ષા માટે ખતરો ઊભો કરે છે અથવા કોઈ સમૂહમાં આતંક ફેલાવતા હોય.

તેનાથી હવે આતંકવાદ પ્રભાવિત જમ્મુ કાશ્મીરમાં આતંક વિરુદ્ધ લડાઈ નિર્ણાયક બની ગઈ છે, કારણ કે પોલીસને હવે આવા કેસમાં જુદા જુદા કાયદાઓનો રેફરન્સ લેવાની જરૂર નહિ પડે. આ કાયદાથી આતંકીઓ અથવા તેમને મદદ કરતાં શખ્સો વિરુદ્ધની કાર્યવાહીને વધુ બળ મળશે.

આતંકવાદ સામે લડવા માટે પહેલા TADA, UAPA જેવા કાયદાઓ હતા. TADA કાયદાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે જ્યારે UAPAને લઈને હજુ ચર્ચાઓ થઈ રહી છે. એવામાં હવે ભારતીય ન્યાય સંહિતામાં આતંકવાદી કૃત્યને વ્યાખ્યાયિત કરતાં આતંકવાદ સામે બંદૂકની સાથે સાથે ન્યાયિક પ્રક્રિયાના માધ્યમથી લડાઈ વધી તેજ બનશે.

મોબ લિંચિંગમાં મૃત્યુદંડની સજા
આ પ્રકારના કેસોમાં તપાસ કરનાર અધિકારીની સાથે ટ્રાયલમાં પણ મદદ મળશે. પહેલા આતંકવાદને પ્રોત્સાહન આપતા લોકો કાયદાથી બચવા માટેના રસ્તાઓ શોધી જ લેતા હતા. પરંતુ, હવે આ કાયદાથી આ બચવાના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. તો, મોબ લિંચિંગની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ સજા મૃત્યુદંડ રાખવામાં આવી છે, જેથી મોબ લિંચિંગની સામેની કાર્યવાહી ઝડપી બનશે.

પોલીસ સ્ટેશનોમાં મળશે E-FIRનો વિકલ્પ
ત્રણ નવા કાયદામાં ઈલેક્ટ્રોનિક માહિતી દ્વારા E-FIRની જોગવાઈ છે. રાજ્યના 186 પોલીસ સ્ટેશનમાં પણ આ વિકલ્પ ઉપલબ્ધ થશે. જો કે, અસરકારક અમલીકરણમાં પોલીસ સ્ટેશનમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીનો અભાવ પડકાર બની શકે છે. જમ્મુ-કાશ્મીરના દૂર-દૂરના વિસ્તારોમાં પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા રહેતી હોય છે.

સુવિધા મેળવવામાં લાગી શકે છે સમય
એવામાં, રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં E-FIRની સુવિધા મેળવવામાં ચોક્કસ સમય લાગી શકે છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 હેઠળ ઇલેક્ટ્રોનિક માહિતી દ્વારા FIR દાખલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં, પીડિતને પોલીસ સ્ટેશન જઈને કેસ નોંધાવવાની જરૂર નહીં પડે.

કેસને લઈને તમામ માહિતી જોવા મળશે ઓનલાઈન 
કોઈપણ સ્થળેથી ઓનલાઈન કેસ દાખલ કરી શકાય છે. પરંતુ ત્રણ દિવસમાં પોલીસ સ્ટેશન જઈને ઓનલાઈન અરજીની કોપી પર સહી કરવાની રહેશે. FIR દાખલ થયા બાદ કેસમાં શું થઈ રહ્યું છે? કેસ કેટલે પહોંચ્યો, તે બધુ જ FIR નંબરના આધારે ઓનલાઈન જોઈ શકાશે.