December 24, 2024

Bharti Singh: શું કોમેડિયન ભારતી સિંહ ગર્ભવતી છે! તબીયત લથડતા હોસ્પિટલમાં દાખલ

Entertainment News: કોમેડિયન ભારતી સિંહ સતત ચર્ચામાં રહે છે. તેના લગ્ન પછી પણ તેના પતિ સાથે ચર્ચામાં રહે છે. ભારતી અને હર્ષને એક પુત્ર પણ છે જે હાલ ભારતી કરતા પણ વધારે લોકોને પસંદ આવી રહ્યો છે. હાલ એવી ચર્ચા જોવા મળી રહી છે કે ભારતી ફરી એક વાર ગર્ભવતી છે! આવો જાણીએ તમામ સવાલોના જવાબ આ અહેવાલમાં.

બીજા બાળકની માતા
કોમેડિયન ભારતી સિંહ બીજી વખત ગર્ભવતી તેવી ચર્ચા થઈ રહી છે. કારણ કે ભારતી સિંહનો એક વીડિયો સામે આવ્યો છે. જે જોઈને તેના ચાહકો અંદાજો લગાવી રહ્યા છે કે તે ફરી એકવાર માતા બનવાની છે. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લખવામાં આવ્યું છે કે ગોલાનો મોટો ભાઈ બનાવા જઈ રહ્યો છે. આ વીડિયો સાચો હોય કે ખોટો પરંતુ વીડિયોના કોમેન્ટ બોક્સમાં ભારતીના ફેન્સ શુભકામના આપી રહ્યા છે.

સંકેત મળ્યો
ભારતી સિંહ રોજ વ્લોગ બનાવે છે. આ સાથે તે પોડકાસ્ટને લઈને પણ ચર્ચામાં રહે છે. રોજના વ્લોગમાં બીજી વખત તે માતા બનવાની વાત કરતી જોવા મળી હતી. ભારતી સિંહ પતિ હર્ષ સાથે તેમના બાળક ગોલા ઉર્ફે લક્ષ્ય સિંહને લઈને વાત કરી હતી. લક્ષ્ય સિંહને ટાંકીને તેણે કહ્યું કે હવે ગોલો મોટો ભાઈ બનવા જઈ રહ્યો છે. ભારતી સિંહે તેની મિત્ર જાસ્મીન સાથે એક વ્લોગ બનાવ્યો હતો. તે વ્લોગમાં કોમેડિયને બીજી વખત માતા બનવાની વાત કરી હતી.

આ પણ વાંચો: ગોવિંદાની ભત્રીજી રાગિણી ખન્નાએ માફી માંગી

ભારતી સિંહ બીજી વખત ગર્ભવતી છે?
ભારતી સિંહનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં ભારતી પોતાના પુત્ર ગોલા સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. જેમાં તેણે સફેદ ફ્રોક પહેર્યું જોવા મળે છે. આ વીડિયોમાં ભારતીનું પેટ પણ ફૂલેલું જોવા મળે છે. જેને જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તેનું બેબી બમ્પ દેખાઈ રહ્યું છે. જોકે સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જોકે હાલ ભારતી સિંહની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે એક માહિતી અનુસાર ભારતી સિંહના પેટમાં પથરી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ભારતી સિંહનું પથરીનું ઓપરેશન કરવામાં આવશે.