ભરૂચમાં વક્ફ બોર્ડના નામે મસમોટું કૌભાંડ, ગેંગનો પર્દાફાશ
ભરૂચઃ શહેરમાં વક્ફ બોર્ડના નામે મસમોટા જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે. વક્ફ બોર્ડના નામે જમીન કૌભાંડ આચરતી ગેંગનો પર્દાફાશ થયો છે.
વક્ફ બોર્ડના નકલી પેપરથી જમીન કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળ પર જમીન કૌભાંડ આચરવામાં આવ્યું છે. વક્ફ બોર્ડના નામે જમીન કૌભાંડના ભરૂચમાં 8 ગુના નોંધાયા છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 6 ગુના નોંધાયા છે. અંકલેશ્વર GIDC, નબીપુર પોલીસ સ્ટેશનમાં 1-1 ગુનો નોંધાયો છે.
મહત્વનું છે કે, આ તમામ ગુનામાં એક જ મોડસ ઓપરેન્ડીથી કૌભાંડ આચરવામાં આવ્યું છે. ગુજરાત વક્ફ બોર્ડના ખોટા પત્રો બનાવી કૌભાંડને અંજામ આપ્યો છે. વેચાણ અને ભાડા કરાર માટે નકલી પત્રો બનાવવામાં આવ્યા છે. વેચાણ અને ભાડા કરારની પરવાનગીના ખોટા પત્ર બનાવ્યા છે. 22 ડિસેમ્બર 2023થી 29 ઓગસ્ટ 2024 વચ્ચે આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કૌભાંડમાં અફસાનાબાનુ કાઝી 6 કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. મુકેશ જૈન કૌભાંડના 5 કેસમાં વોન્ટેડ જાહેર છે. ઈકબાલ ડેરૈયા કૌભાંડના 3 કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ધનજી ડોબરિયા એક કેસમાં વોન્ટેડ જાહેર કર્યો છે. હાજી અલી આદમ બંદુકવાલા પણ એક કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.