ભાવનગર મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન ડોક્ટરના રેગિંગનો મામલો, ચારેય સિનિયર ડોક્ટર સસ્પેન્ડ

ભાવનગરઃ મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન ડોક્ટરના રેગિંગ મામલે એન્ટિરેગિંગ કમિટીએ મોટો નિર્ણય લીધો છે. કમિટીએ ચારેય સિનિયર ડોક્ટર ડો. મન પટેલ, ડો. નરેન્દ્ર ચૌધરી, ડો. મિલન કાકલોતર અને ડો. પિયુષ ચૌહાણને સસ્પેન્ડ કર્યા છે.

ચાર જુનિયર ડોક્ટરનું અપહરણ કરી માર માર્યો
સરકારી મેડિકલ કોલેજમાંથી રેગિંગની ઘટના સામે આવી છે. સિનિયર ડોક્ટર્સે ઈન્ટર્ન ડોક્ટરોને અપહરણ કરી માર માર્યો છે. 3 ઈન્ટર્ન ડોક્ટરોનું અપહરણ કરીને ઢોરમાર મારવામાં આવ્યો છે. 3 ઈન્ટર્ન ડોકટરોનું સ્વામી વિવેકાનંજી સર્કલથી અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઇન્ટર્ન ડોક્ટરો કોલેજમાં સારા કામો માટે આગેવાની કરતા હતા. તેના કારણે અદાવત રાખીને અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો.

ત્રણેય ડોક્ટરો કોલેજમાં સારા કામોમાં આગેવાની કરતા હતા તેની અદાવત રાખીને માર માર્યો હતો. ડોક્ટરોને અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો. સિનિયર ડો. બલભદ્રસિંહ ગોહીલ તેમજ પીડિત ડોક્ટરના સાથી ઇન્ટર્ન ડો મન, પિયુષ, નરેન, દિલીપ દ્વારા ત્રણ ઇન્ટર્ન ડો. આકાશ, અમન અને ઈશાનને ઢોર માર મારવામાં આવ્યો હતો.

ડો.બલભદ્રસિંહની સાથે તેના જાણીતા કાનો અને જેડી તરીકે ઓળખતા અન્ય બે લોકોએ પણ માર માર્યો હતો. ત્રણેય ડોક્ટરોને રાત્રીના 10.30 વાગ્યાથી 2.00 વાગ્યા સુધી ટોર્ચર કરવામાં આવ્યા હતા. ડો.અમન જોષીને નિર્વસ્ત્ર કરવામાં આવ્યો હતો. ત્રણેય ઇન્ટર્નને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. ત્રણેય ડોક્ટરોને હાલ ભાવનગર સિવિલની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટનાને લઈ ભાવનગર મેડિકલ કોલેજના ડીન દ્વારા એન્ટિરેગિંગ કમિટી બોલાવવામાં આવી હતી. કમિટીમાં ડીવાયએસપી, મામલતદાર, ડીન તેમજ એન્ટિરેગિંગ કમિટીના મેમ્બર હાજર રહ્યા હતા. મિટિંગ સમયે મેડિકલ ઇન્ટર્ન ડોકટર લોબીમાં બેઠા છે અને હાલ મિટિંગ ચાલુ છે. મિટિંગ પહેલાં ડીન એસજી ઝા અને કમિટી મેમ્બર અને પૂર્વ મેયર મેહુલ વડોદરિયાએ જણાવ્યું કે, દોષિતો ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે.