June 30, 2024

ભાવનગરમાં NHAIનું બુદ્ધિ પ્રદર્શન, ચાલુ વરસાદમાં બનાવે છે ડામરનો રોડ!

ભાવનગરઃ જિલ્લામાં ચાલુ વરસાદે તંત્ર રોડ બનાવવાની કામગીરી કરી રહ્યું છે. નેશનલ હાઈવે વિભાગ પ્રજાના રૂપિયાનું પાણી કરી રહી છે. અલંગથી ત્રાપજ સુધીનો ડામર સર્વિસ રોડ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે લાખો રૂપિયાના ખર્ચે બની રહેલો રોડ ચાલુ વરસાદમાં બનાવાઈ રહ્યો છે. સામાન્ય રીતે ડામર પાણીમાં કેવી રીતે ચોંટે તે જ યક્ષ પ્રશ્ન છે. ચોમાસા દરમિયાન એકપણ ડામર રોડની કામગીરી કરવામાં આવતી નથી.

ભાવનગર શહેરમાં અંધારપટ વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ છવાયો હતો. શહેરના ઘોઘા સર્કલ, બોર તળાવ, નિર્મળનગર, નીલમબાગ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત વિજયરાજનગર, વિઠ્ઠલવાડી, પાનવાડી, મેઇન બજાર સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું.

આ પણ વાંચોઃ સવારે 2 કલાકમાં 55 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સંખેડામાં 1.2 ઇંચ

સવારે 2 કલાકમાં 55 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા બે કલાકમાં 55 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના ત્રણ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 52 તાલુકામાં છેલ્લા બે કલાકમાં 1 ઈંચથી ઓછો વરસાદ થયો છે. છેલ્લા બે કલાકમાં રાજ્યમાં સૌથી વધુ સંખેડા તાલુકામાં વરસાદ નોંધાયો છે. છોટા ઉદેપુરના સંખેડા તાલુકામાં સવા 1 ઈંચ વરસાદ નોંધાયો છે. હાલોલ અને કરજણ તાલુકામાં નોંધાયો 1 ઈંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃ રાજ્યના અનેક જિલ્લામાં મેઘો મહેરબાન, રાજકોટમાં કલાકમાં 1 ઇંચ વરસાદ

24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ વરસ્યો
રાજ્યના છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 11 તાલુકામાં પોણા 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના 89 તાલુકામાં અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના મેંદરડામાં ખાબક્યો છે. ત્યાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખંભાળિયામાં ખંભાળિયામાં પોણા 3 ઈંચ, સંખેડા તાલુકામાં અઢી ઈંચ, ડાંગના સુબિર તાલુકામાં અઢી ઈંચ, તાલાલામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.

કચ્છના મુંદ્રામાં અને જૂનાગઢ શહેર તેમજ તાલુકામાં સવા 2 ઈંચ વરસાદ વરસ્યો છે. વંથલી, કાલાવાડ, બોટાદ, વિસાવદર તાલુકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના પાલિતાણામાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. લોધીકા, સાવરકુંડલા, ટંકારા, વાલીઆ, બોડેલીમાં દોઢ ઈંચ વરસાદ છે. માંગરોળ, નેત્રંગ, માળીયા હાટીના તાલુકામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે.