November 2, 2024

પાલીતાણામાં સફાઈ કર્મચારીઓની હડતાળ, 2 મહિનાથી પગાર થયો નથી

પાલીતાણાઃ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. દિવાળી માથે છે અને પગારના કોઈ ઠેકાણા ન હોવાથી પાલિકાના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા છે અને વિરોધ નોંધાવ્યો છે.

સરકારે એડવાન્સ પગાર આપવાની જાહેરાત કરી હતી, તે છતાં પાલિકાએ હજુ સુધી સફાઈ કર્મચારીઓના પગાર નથી કર્યા. રોજમદારો અને કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓનો પગાર છેલ્લા બે મહિનાથી કરવામાં નથી આવ્યો. ત્યારે 250 જેટલા સફાઈ કર્મચારીઓએ કામગીરી બંધ રાખી હતી અને વિરોધ નોંધાવ્યો હતો.

તમામ સફાઈ કર્મચારીઓએ પાલિકામાં ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી અને પગાર આપવાની માગ કરી હતી. પાલિકામાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વોટર વર્ક્સ, ડ્રેનેજ વિભાગ, લાઇટ શાખા સહિતના કર્મચારીઓ પગારથી વંચિત છે. તહેવારને લઈને તેમણે વહેલો પગાર કરવા માટે માગણી કરી છે.