ભાવનગરમાં પરિણીતા સાથે દુષ્કર્મ, પ્રાઇવેટ પાર્ટમાં મરચું નાંખી ક્રૂરતાની હદ વટાવી

ભાવનગરઃ શહેરમાં વિકૃતિની હદ વટાવતી અને કંપારી છોડાવી દેતી ઘટના સામે આવી છે. ગઈકાલે શહેરના મહિલા કોલેજ વિસ્તારમાંથી પરિણીતાને તેના ઘરેથી માતા-પિતાના બહાને બોલાવી ચાર વ્યક્તિ કારમાં અપહરણ કરી એક ખંડેર મકાનમાં લઈ ગયા હતા. જ્યાં પરિણીતા ઉપર છરીની અણીએ પાશવી દુષ્કર્મ ગુજાર્યુ હતું. નરાધમોએ પરિણીતાના હાથમાં રહેલા બાળકને છીનવી તેને રેતીના ઢગલામાં ઘા કર્યુ હતું. આ ઉપરાંત પરિણીતાના પ્રાઈવેટ પાર્ટમાં મરચું નાખી દઈ ક્રૂરતાની હદ વટાવી હતી .
શહેરના મહિલા કોલેજ પાસે કૃષ્ણનગરમાં રહેતી 25 વર્ષીય મહિલાએ ઘોઘારોડ પોલીસ મથકમાં મનસુખ મકવાણા, મુકેશ મકવાણા, પીન્ટુ મકવાણા અને એક અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યુમ હતું કે, તેને અગાઉ દિપક લાઠીયા નામના વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હતો. પરંતુ ત્યારબાદ વકીલ હસ્તક સમજૂતી કરી છૂટા પડી ગયા હતા. દીપકના સાળા મનસુખ, મુકેશ અને પિન્ટુને શક હતો કે, હજુ પીડિત મહિલા અને દીપકને પ્રેમસંબંધ હોવાના ઈરાદાથી ગત રાત્રીના 8 કલાકના અરસા દરમિયાન તેના ઘરે એક અજાણ્યા માણસને મોકલી તેના મમ્મી પપ્પા તેને મળવા માટે બોલાવે છે. તેમ કહી ખોટા બહાને તેને ઘરની બહાર બોલાવી ઉક્ત તમામ શખસોએ તેનું કારમાં અપહરણ કરી એરપોર્ટ રોડ ઉપર અવાવરું જગ્યામાં આવેલા મકાનમાં લઈ જઈ રૂમમાં તેને પૂરી રાખી હતી. મનસુખ મકવાણા અને મુકેશ મકવાણાએ સાવરણી વડે માર મારી મનસુખે તેની પાસે રહેલા તેના દીકરાને આંચકી રેતીના ઢગલામાં ઘા કરી ઈજા પહોંચાડી હતી.
આ દરમિયાન મનસુખે તેના ગળાના ભાગે છરી રાખી તેને તેમજ તેના દીકરાને મારી નાંખવાની ધમકી આપી તેની સાથે બળજબરી કરી જાતીય દુષ્કર્મ આચર્યુ હતું. તે વેળાએ મુકેશ અને પિન્ટુએ તેને પકડી રાખી મદદગારી કરી હતી. જ્યારે મનસુખે તેના પ્રાઈવેટ પાર્ટમાં મરચું નાંખી દઈ શારીરિક નુકસાન પહોંચાડી મોડી રાત્રીના બે વાગ્યાના અરસામાં તેને મુક્ત કરી હતી.
ઘોઘારોડ પોલીસે મનસુખ મકવાણા, મુકેશ મકવાણા, પિન્ટુ મકવાણા અને એક અજાણ્યા શખસ સામે બીએનએસ એક્ટ ૬૪(૧), ૬૪(૨), (એલ), ૧૩૭(૨), ૧૨૭(૨), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), તેમજ જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી શખસોને ઝડપી પાડવા ચક્રગતિમાન કર્યા છે.