ICC ટુર્નામેન્ટ અંગે મોટો નિર્ણય, આ સ્ટેડિયમમાં ફાઇનલ રમાશે

ICC: T20 વર્લ્ડ કપ અંગે ICCએ એક મોટો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. આગામી વર્ષે એટલે કે 2026 માં રમાનારી T20 વર્લ્ડ કપ અંગે ICCએ પહેલાથી જ એક નિર્ણય લીધો છે. આ વિશે ICCએ જાહેરાત કરી દીધી છે. આવતા વર્ષે યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપની ફાઇનલ ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાશે. તેનું આયોજન ઇંગ્લેન્ડ તરફથી કરવામાં આવ્યું છે. મહત્વની વાત તો એ છે કે આ સતત ત્રીજી વખત બનશે જ્યારે ICC ટુર્નામેન્ટની ફાઇનલ લોર્ડ્સમાં રમાશે.
આ પણ વાંચો: મહિલા T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારે રમાશે ફાઇનલ મેચ?
T20 વર્લ્ડ કપ ઇંગ્લેન્ડના 6 સ્થળોએ રમાશે
T20 વર્લ્ડ કપ 2026 ઇંગ્લેન્ડના 6 સ્થળ પર રમાશે. લોર્ડ્સની સાથે સાથે ઓલ્ડ ટ્રેફોર્ડ, હેડિંગલી, એજબેસ્ટન, હેમ્પશાયર બાઉલ, ધ ઓવલ અને બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડના નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આવતા વર્ષે યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપમાં કુલ 12 ટીમ ભાગ લેશે. આ મેચનું આયોજન 12 જૂનથી લઈને 5 જુલાઈ દરમિયાન કરવામાં આવશે. 12 ટીમોને છ-છના બે ગ્રુપમાં મૂકવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં ટોટલ 20 લીગ મેચ રમાશે. આ પછી સેમિફાઇનલ અને ફાઈનલ મેચ રમાશે. જય શાહે કહ્યું કે આ ફાઇનલ માટે લોર્ડ્સ બેસ્ટ વિકલ્પ હતો, જેને પસંદ કરવામાં આવ્યો છે.