ભાજપ-કોંગ્રેસમાંથી કયા કયા નેતાઓએ ચૂંટણી લડવાથી પીછેહઠ કરી?

ગુજરાતમાં કયા કયા ભાજપ-કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે.
અમદાવાદઃ લોકસભા ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપે ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી નાંખી છે. ત્યારે કોંગ્રેસે હજુ સુધી તમામ ઉમેદવારોની જાહેરાત કરી નથી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધનમાં ચૂંટણી લડવાની છે.
બીજી તરફ, છેલ્લા એક અઠવાડિયાથી વડોદરા ભાજપમાં પણ હુંસાતુંસીનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરાના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાએ બળવો પોકાર્યો અને પાર્ટીએ તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા. ત્યારબાદ સાવલીના ધારાસભ્યનું રાજીનામુ અને ત્યારબાદ 14 કલાકમાં જ તેમને મનાવીને રાજીનામુ પાછું ખેંચાવ્યું. ત્યારબાદ વડોદરાના હાલના સાંસદ રંજન ભટ્ટને ઉમેદવાર જાહેર કર્યા હતા. તેમના વિરુદ્ધ પોસ્ટરવોર ચલાવવામાં આવ્યું હતું અને વિરોધ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ BJPના સાબરકાંઠાથી નવા જાહેર કરાયેલા શોભનાબેન બારૈયા કોણ છે?
તો કોંગ્રેસમાં શરૂઆતથી જ ચૂંટણીને લઈને ઠંડો માહોલ જોવા મળ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસને રામ-રામ કર્યા તો ઘણાં નેતાઓએ ચૂંટણી લડવાથી જ ઇનકાર કરી નાંખ્યો હતો.

કોંગ્રેસમાંથી કોણે કોણે ચૂંટણી લડવાની ના પાડી?
ભરતસિંહ સોલંકી – આણંદ
શક્તિસિંહ ગોહિલ – ભાવનગર
જગદીશ ઠાકોર – પાટણ
પરેશ ધાનાણી – રાજકોટ
હિંમતસિંહ પટેલ – અમદાવાદ
શૈલેષ પરમાર – અમદાવાદ પૂર્વ

ભાજપમાંથી કોણે કોણે ચૂંટણી લડવાની ના પાડી?
રંજનબેન ભટ્ટ – વડોદરા
ભીખાજી ઠાકોર – સાબરકાંઠા