હોળાષ્ટક બાદ પ્રદેશ ભાજપને મળશે નવા અધ્યક્ષ, ભાજપના જુદા-જુદા જિલ્લા પ્રમુખોની કરાશે નિમણૂક

BJP Gujarat: ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખની રાહ જોવાઈ રહી છે. પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ અને ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હાલ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ચર્ચાઓ થઈ રહી છે કે પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ કરવામાં આવી શકે છે. હોળાષ્ટક બાદ પ્રદેશ ભાજપને નવા અધ્યક્ષ મળશે. હોળાષ્ટક પહેલા પ્રદેશ ભાજપના જુદા-જુદા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે. ભાજપના બંધારણ પ્રમાણે પ્રદેશ અધ્યક્ષની નિમણૂક પહેલાં જિલ્લા પ્રમુખોની નિમણૂક ફરજિયાત છે. સંકેતો એવા મળી રહ્યા છે કે ઓબીસી સમાજની વ્યક્તિની પસંદગી કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો: સ્વામિનારાયણ સંપ્રદાયનું ‘નીલકંઠ ચરિત્ર’ પુસ્તક વિવાદમાં, જલારામ બાપા બાદ ભગવાન શિવનું અપમાન

નવા ચહેરાના સંકેત
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદ માટે ઘણા નામની ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ ભાજપના ભૂતકાળમાં એવા કિસ્સાઓ પણ છે કે જે નામ રેસમાં હોય તેને જવાબદારી સોંપવામાં આવતી નથી અને નવા ચહેરાનું જ નામ સામે આવે છે. આખરે નવા ચહેરાને જવાબદારી સોંપવામાં આવે છે. આ વખતે પણ કંઈક એવું જ થવાની સંભાવનાઓ છે. હવે જોવાનું રહ્યું કે જે નામની ચર્ચાઓ છે તેમાંથી પસંદગી કરવામાં આવે છે કે ભાજપ કોઈ નવા ચહેરાને જ જવાબદારી સોંપે છે.