January 5, 2025

ભાજપે ચૂંટણી અધિકારીઓ, પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની કરી નિમણૂક

BJP State President Elections: ભારતીય જનતા પાર્ટી (BJP)એ આજે પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીઓ માટે ચૂંટણી અધિકારીઓની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રીઓ સહિત વરિષ્ઠ નેતાઓને પોતપોતાના રાજ્યોમાં આંતરિક ચૂંટણીઓનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્રીય ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. જયારે ગુજરાતન આ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજસ્થાન ભાજપના ચૂંટણી અધિકારી બનાવાયા છે.

પીયૂષ ગોયલ ઉત્તર પ્રદેશના ચૂંટણી અધિકારી બન્યા છે, જ્યારે બિહારના મનોહર લાલ ખટ્ટર અને ધર્મેન્દ્ર પ્રધાન મધ્યપ્રદેશના ચૂંટણી અધિકારી બન્યા છે. સુનિલ બંસલને ગોવાના ચૂંટણી અધિકારી અને ભૂપેન્દ્ર યાદવને ગુજરાતના ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે. તે જ સમયે શિવરાજ સિંહ ચૌહાણને કર્ણાટકના ચૂંટણી અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા હતા.

કયા નેતાને કયા રાજ્યની જવાબદારી મળી, જાણો?
આંદામાન અને નિકોબાર માટે તમિલિસાઈ સુંદરરાજન, આંધ્ર પ્રદેશ માટે પીસી મોહન, અરુણાચલ પ્રદેશ માટે સર્બાનંદ સોનોવાલ, આસામ માટે ગજેન્દ્ર સિંહ શેખાવત, ચંદીગઢ માટે સરદાર નરિન્દર સિંહ રૈના, છત્તીસગઢ માટે વિનોદ તાવડે, દાદરા અને નગર હવેલી-દમણ અને દીવ માટે ડૉ.રાધા મોહન દાસ અગ્રવાલ, હરિયાણા માટે ભૂપેન્દ્ર યાદવ, હિમાચલ પ્રદેશ માટે ડૉ.જિતેન્દ્ર સિંહ, જમ્મુ-કાશ્મીર માટે સંજય ભાટિયા, કેરળ માટે પ્રહલાદ જોશી, લદ્દાખ માટે જયરામ ઠાકુર, લક્ષદ્વીપ પોન. રાધાકૃષ્ણન, મેઘાલય માટે જ્યોર્જ કુરિયન. મિઝોરમ માટે વનાતિ શ્રીનિવાસન, નાગાલેન્ડ માટે વી. મુરલીધરન, ઓડિશા માટે સંજય જયસ્વાલ, પુડુચેરી માટે તરુણ ચુગ, રાજસ્થાન માટે વિજય રૂપાણી, સિક્કિમ માટે કિરેન રિજિજુ, તમિલનાડુ માટે જી. કિશન રેડ્ડી, તેલંગાણા માટે કુમારી શોભા કરંદલાજે અને ત્રિપુરા માટે જુઆલ ઓરામને રિટર્નિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.