BJPને વર્ષ 2023-24માં 2243.947 કરોડ અને કોંગ્રેસને 281.48 કરોડનું મળ્યું દાન

અમદાવાદ: રાજકીય પક્ષોને મળેલા ડોનેશનની વિગતો સામે આવી છે. ADR દ્વારા નાણાકીય વર્ષ 2023-24નો રિપોર્ટ જાહેર કરાયો છે. વર્ષ 2023-24માં રાષ્ટ્રીય રાજકીય પક્ષોને રૂ.2544.278 કરોડનું દાન મળ્યું હતું. ભાજપને વર્ષ 2023-24માં 2243.947 કરોડ અને કોંગ્રેસને 281.48 કરોડનું દાન મળ્યું છે.
નાણાકીય વર્ષ 2023-24માં રાષ્ટ્રીય રાજકીય પક્ષોના દાનમાં 1639.84 કરોડનો વધારો થયો છે. ભાજપને વર્ષ 2022-23માં 719.858 કરોડ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 79.924 કરોડનું દાન મળ્યું હતું. રાષ્ટ્રીય રાજકીય પક્ષોને દિલ્હીમાંથી 989.20 કરોડ, ગુજરાતમાંથી 404.512 કરોડ અને મહારાષ્ટ્રમાંથી 334.079 કરોડ મળ્યા છે.