July 7, 2024

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર

અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં પીએમ મોદી સહિત 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે પીએમ મોદીની અધ્યક્ષતામાં 29 ફેબ્રુઆરીએ મળેલી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા સીટો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા.  આ વચ્ચે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી લોકોની નજર ગુજરાતના ઉમેદવાર કોણ હશે તેની પર હતી. ત્યારે હવે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહ પ્રધાન અમિત શાહ લોકસભાના સ્પીકર ઓમ બિરલા સહિતના નામોની જાહેરાત કરવામાં આવી છે.  જેમા 28 મહિલા આગેવાનોને પણ ટિકિટ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ 51, બંગાળ 20, મધ્યપ્રદેશ 24, ગુજરાત 15, રાજસ્થાન 15, કેરલ 12, તેલંગાના નવ, આસામ 11, ઝારખંડ અને છત્તીસગઢ 11, દિલ્હી પાંચ સહિત 195 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર

ગાંધીનગર – અમિત શાહ
અમિત શાહ ભારતીય રાજકારણી અને ભારતના ગૃહમંત્રી છે અને ચાલુ ટર્મમાં ગાંધીનગર લોક્સભામાંથી સાંસદ પણ છે.


બનાસકાંઠા – ડો. રેખા ચૌધરી
રેખાબેન ચૌધરી 2017માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. તેમની ઉંમર 44 વર્ષની છે. રેખાબેન ચૌધરી ઉચ્ચ અભ્યાસ કરી છેલ્લા 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. તો ડૉ. રેખાબેન, બનાસકાંઠાના લાખો પશુપાલકો જેમના કારણે સ્વમાનભેર પોતાનું જીવન જીવી રહ્યા છે. એવા બનાસડેરીના આદ્યસ્થાપક સ્વ ગલબાભાઈ નાનજીભાઈ પટેલની પૌત્રી છે. ડૉ. રેખાબેન બહેનોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહી તેમના દાદાશ્રીનો વારસો પણ સાચવી રહ્યા છે. ડૉ. રેખાબેન નું સમગ્ર પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું છે.

ડો. રેખા ચૌધરી – ફાઇલ તસવીર

સીઆર પાટીલ

અમદાવાદ પશ્ચિમ – દિનેશ મકવાણા

પંચમહાલ – રાજપાલ સિંહ જાદવ
રાજપાલસિંહ જાદવનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને તેઓ ઓબીસી સમાજની બારીયા ક્ષત્રિય સમાજમાંથી આવે છે. તેમની રાજકિય કારકિર્દી વિશે વાત કરીએ તો, વર્ષ 2000થી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે વર્ષ 2000 સીમાલીયાની એસ.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં જનરલ સેક્રેટરીનું દાયિત્વ નિભાવતા હતા.

જામનગર – પૂનમ માડમ


ખેડા – દેવુસિંહ ચૌહાણ

આણંદ – મિતેષ પટેલ

રાજકોટ – પુરુષોત્તમ રૂપાલા

પોરબંદર – મનસુખ માંડવિયા

ભરૂચ – મનસુખ વસાવા


બારડોલી- પ્રભુભાઈ વસાવા


પાટણ – ભરતસિંહ ડાભી


કચ્છ – વિનોદ ચાવડા


દાહોદ – જસવંતસિંહ ભાભોર

તમને જણાવી દઇએ ગુજરાતની અન્ય 11 બેઠકોના ઉમેદવારના નામનું એલાન એક સપ્તાહમાં થશે. તો સૌરાષ્ટ્રની ભાવનગર ,અમરેલી સુરેન્દ્રનગર અને જુનાગઢ સીટ ના ઉમેદવારના નામનુંએલાન બાકી છે. જ્યારે ભાજપની બીજી યાદીમાં ગુજરાતના અન્ય નામો આવવાની સંભાવના છે.

આ સમાચાર સતત અપડેટ થઇ રહ્યા છે. વાંચકોએ રિફ્રેશ કરતા રહેવું.