સુરતના કામરેજમાં ઝડપાયો બોગસ તબીબ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2025/02/Surat-67b4a50a047ed.jpg)
Surat: રાજ્યમાં ઘણી વખત બોગસ તબીબ ઝડપાયા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ફરી એકવખત કામરેજના પરબ ગામની સીમમાંથી બોગસ તબીબ ઝડપાયો છે. ૐ ઇન્દ્રસ્ટીઝ વિભાગ 8 માં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હતો.
મળતી માહિતી અનુસાર કામરેજના પરબ ગામની સીમમાંથી પશ્ચિમ બંગાળનો અજય હલદર ઝડપાયો છે. બોગસ તબીબ પાસેથી અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી તથા મેડિસિન કબ્જે કર્યા છે. જોકે, આ ઘટનાને લઈને કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: મહેમદાવાદમાં સમર્થકો દ્વારા લોરેન્સ બિશ્નોઇના પોસ્ટરો સાથે દેખાવ, 2 લોકોની અટકાયત