વડોદરાના નંદેસરી ગામમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ તબીબ ઝડપાયો
વડોદરા: નંદેસરી ગામમાં શાકમાર્કેટ નજીક ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ તબીબ ઝડપાયો છે. તબીબી ડિગ્રી વગર ડોકટર તરીકેની પ્રેકટીસ કરતો હતો. નંદેસરી ગામમાં શાંતિ કલીનિક નામથી મનતોષ બીસ્વાસ દવાખાનું ચલાવતો હતો. SOG પોલીસે એલોપેથીક દવાનો જથ્થો તથા મેડીકલના સાધનો સાથે 47 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે. એસ.ઓ.જી પોલીસે પશ્વિમ બંગાળના બોગસ તબીબની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.