September 12, 2024

કોલકાતા રેપ કેસ પર બોલિવૂડ ગુસ્સે, જાણો રિતિક રોશન, પ્રીતિ ઝિંટા અને કૃતિ સેનને શું કહ્યું?

Bollywood Stars On Kolkata Rape Case: કોલકાતાના ડોક્ટર રેપ અને મર્ડર કેસને લઈને સમગ્ર દેશમાં ભારે ગુસ્સો છે. સવાલ અહિંયા એ છે કે દેશમાં આવા બનાવો એકબાદ એક બની રહ્યા છે. પરંતુ લાસ્ટમાં પીડાય છે તો પીડિત પરિવાર જ. જેને છેલ્લે સુધી કોઈ ન્યાય પણ મળતો નથી અને આવા બનાવો બનવાનું અટકતા નથી. ત્યારે કોલકાતા રેપ કેસ પર બોલિવૂડ ગુસ્સામાં જોવા મળી રહ્યો છે. આવો જાણીએ શું કહી રહ્યું છે આ વિશે બોલિવૂડ.

મહિલાઓ હવે સુરક્ષિત નથી
કોલકાતાના ડોક્ટર રેપ કેસે ફરી નિર્ભયાની ઘટનાની યાદ અપાવી છે. દેશમાં મહિલાઓ હવે સુરક્ષિત નથી તેવું કહેવું પણ ખોટું નથી. આ દરમિયાન બોલિવૂડ અભિનેતા રિતિક રોશન, પ્રીતિ ઝિન્ટા અને કૃતિ સેનને પણ અવાજ ઉઠાવ્યો છે અને સજાની માંગણી કરી છે. આ પહેલા આયુષ્માન ખુરાના, કરીના કપૂર, આલિયા ભટ્ટ સહિત ઘણા સ્ટાર્સ પણ સ્વતંત્રતા દિવસના અવસર પર અવાજ ઉઠાવી ચૂક્યા છે. ચાલો જાણીએ આ સેલેબ્સે શું કહ્યું?

સમાન રીતે સુરક્ષિત
કોલકાતાના ડૉક્ટર રેપ કેસ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા બોલિવૂડ એક્ટર રિતિક રોશને લખ્યું, ‘હા, અમે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં બધા લોકો સમાન રીતે સુરક્ષિત અનુભવી શકે છે. આમાં હજુ સમય લાગશે. આવા બનાવો રોકવા માટે સજા આપવી પડશે જેના પરિણામ એવા આવે કે ગુનેગારોમાં ડર પેદા થાય. હું મારી પુત્રી માટે ન્યાયની માંગ કરું છું અને પીડિત પરિવાર સાથે ઉભો છું. હું એ તમામ ડૉક્ટરો સાથે પણ ઉભો છું.

આ પણ વાંચો: ઓલિમ્પિક મેડલ જીતવાની તૈયારી NCAમાં થશે?

મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં
બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિંટાએ લખ્યું, ‘આપણે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ. આ ચૂંટણીમાં પુરૂષ અને મહિલાઓનું મળીને 66 ટકા મતદાન થયું હતું. એવા પણ સમાચાર હતા કે મહિલાઓ આગામી ચૂંટણીમાં મતદાનના મામલે પુરુષોને પાછળ છોડી દેશે. હવે સમય આવી ગયો છે કે સરકારે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમની સુરક્ષાને સૌથી આગળ રાખવી જોઈએ.

આ પણ વાંચો: Gemini Live AI થયું લોન્ચ, માણસોની જેમ કરશે વાત

 

View this post on Instagram

 

A post shared by Kriti (@kritisanon)

ભયંકર વાસ્તવિકતા
પોસ્ટમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કૃતિ સેનને લખ્યું, ‘ભારે હૃદય અને ગુસ્સા સાથે, મને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવવાનું મન નથી થતું. ‘અમે અમારી આઝાદીના 78મા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ અને ગર્વ અનુભવીએ છીએ કે અમે વિશ્વ સ્તરે એક દેશ તરીકે આગળ આવ્યા છીએ. જ્યારે હું આવી ભયંકર વાસ્તવિકતા જોઉં છું ત્યારે તે મારું હૃદય તૂટી જાય છે.