કડીમાં બુટલેગરો બન્યા બેફામ, પોલીસ રેડ કરવા ગઈને બાઈક સળગાવી નાખ્યું

કડી: કડીમાં બુટલેગરો બેફામ બન્યા છે. પોલીસ રેડ કરવા ગઈને બુટલેગરોએ પોલીસકર્મીનું બાઈક સળગાવી નાખ્યું હતું. કડી પોલીસે 6 જેટલા આરોપીને ઝડપી પાડ્યા છે. 6 આરોપી પૈકી એક સગીર વયનો આરોપી છે. વાસુદેવ ઠાકોર, સાગર ઠાકોર, જયપાલ ઠાકોર, વિપુલજી ઠાકોર, અમર્તજી ઠાકોર સામે કાર્યવાહી હાથ ધરી છે.
કડીમાં દિવસેને દિવસે ગુન્હાખોરી વધી રહી છે તેને અંકુશમાં લાવવા માટે કડી પોલીસ સતત આવા ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે કડી પોલીસના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે કડીના અલદેશણ ગામ ખાતે બુટલેગર તેના વાહનમાં દારૂ મુકીને હેરાફેરી કરવા નીકળયો હતો. પોલીસ કર્મચારી ત્યાં રેડ કરવા ગયા હતા. રેડમાં બુટલેગરને કુંદન અમરતજી ઠાકોરને ગામની સીમ પાસે આવેલ તલાવડીથી વિદેશી દારૂની આશરે 4 નંગ જેટલી દારૂની બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસ સ્ટેશનના કર્મચારી ત્યાં બાઇક લઇને ગયા હતા તે દરમ્યાન પોલીસકર્મી બાઇક મૂકીને આરોપીને વાહન સાથે ઝડપી પાડીને પોલીસ સ્ટેશન ખાતે લઈને આવ્યા હતા, પરંતુ થોડાક સમય બાદ પોલીસકર્મી પોતાના સાથી મિત્રો સાથે પોતાનું બાઇક લેવા પરત ગયા હતા તે દરમ્યાન બુટલેગરના સગાઓએ બાઈકને સળગાવીને સ્વાહા કરી નાખ્યું હતું.
કડી અલદેશણ ગામે પોલિસના કર્મચારીઓ દ્વારા બુટલેગરને ઝડપી પાડવા ગયા હતા. ત્યાં તેને ઝડપીને કડી પોલીસ સ્ટેશન ખાતે લઈને આવ્યા હતા તે દરમ્યાન પોલિસકર્મીનું બાઇક ત્યાં ગામ નજીક આવેલ તલાવડી પાસે પડ્યું હતું. ત્યાં બુટલેગરના સગાઓ તથા તેના સાથી મિત્રો ઉશ્કેરાઈ જઈને પોલીસકર્મીનું ત્યાં બાઈક પડેલ હતું. ત્યાં નંદાસણ રોડ ખાતે આવેલ પેટ્રોલપંપ પાસેથી પેટ્રોલ બોટલમાં લાવીને બાઈક ઉપર છાંટીને બાઈકને સળગાવીને સ્વાહા કરી નાખ્યું હતું.
આ બાબતે કડી પોલિસના કર્મચારીઓને ધ્યાને આવતા પોલીસ સ્ટેશનના સ્ટાફ અલદેશણ મુકામે પહોંચી ગયા હતા. આ બાઈક સળગાવી ભાગી જનારને પોલિસકર્મીઓએ તાત્કાલિક ધોરણે ઝડપી પાડીને બુટલેગરના સગાઓ દ્વારા જે કાયદો હાથમાં લીધો હતો તેને લઇને કડી પોલીસે તમામ 5 જેટલા આરોપીને ઝડપી પાડીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. કડી પોલિસે વાસુદેવ ઠાકોર, સાગર ઠાકોર, જયપાલ ઠાકોર, વિપુલજી ઠાકોર, અમર્તજી ઠાકોર અમે કુલ 5 આરોપીઓ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.