July 2, 2024

કેવી રીતે ભણશે ગુજરાત? બોટાદની એક શાળામાં ઓરડાની અછત

બોટાદ: સરકાર દ્વારા ભણશે ગુજરાતના સ્લોગનો પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ આ સ્લોગન પોકળ સાબિત થઈ રહ્યું છે. બોટાદ જિલ્લાના છેવાડે આવેલુ ચભાડીયા ગામની પ્રાથમિક શાળામાં ઓરડાની અછતના કારણે બાલ વાટીકા અને ધો 1 થી 5 ના વિદ્યાર્થીઓને એકજ રૂમમાં અભ્યાસ કરાવાય છે. જેથી વિદ્યાર્થીઓ દયનીય સ્થિતિમાં મુકાયા છે. ત્યારે તાત્કાલીક નવા ઓરડા બનાવવા વાલીઓ અને વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે જો આવતા દિવસોમાં ઓરડા બનાવવામાં નહિ આવે તો આંદોલની ચીમકી ઉચ્ચારી છે.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચભાડીયા ગામની વચ્ચે આવેલી પ્રાથમિક શાળા જ્યાં વિદ્યાર્થીઓની દયનિય સ્થિતિ જોવામાં મળી રહી છે. જ્યારે, ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી તો શાળાના ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓને બેસાડીને શિક્ષકો અભ્યાસ કરાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આ શાળામાં બાલ વાટીકા થી લઈ ધોરણ 5 સુધીનો અભ્યાસ કાર્ય શરૂ છે અને કુલ 170 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 7 શિક્ષકો છે. પરંતુ, શાળામાં ઓરડાની અછત છે. શાળામાં માત્ર ત્રણ ઓરડા છે. જેમાંથી 2 ઓરડામાં ધોરણ 6 થી 8 વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બેસાડવામાં આવે છે. જ્યારે, એક ઓરડામાં બાલવાટિકાથી લઈને ધોરણ 5 ના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. જેની કુલ 90ની સંખ્યા છે. જે તમામ વિદ્યાર્થીઓ માત્ર એક ઓરડામાં અભ્યાસ આપવામાં આવે છે. જે ઓરડામાં વિદ્યાર્થીઓ બેસે છે તેમા પણ વરસાદી પાણી પડે છે. જેથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે વહેલામાં વહેલી તકે નવા ઓરડા બનાવવામાં આવે તેવી વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે.

ચભાડીયા પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાય વર્ષોથી ઓરડાની અછત છે જેના કારણે હાલ એક જ ઓરડાની અંદર બાલ વાટિકાથી લઈ ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે અને બહાર મેદાનમાં પણ વિદ્યાર્થીઓને બેસાડીને પણ શાળાના શિક્ષકો મજબુર બન્યા છે. સ્કૂલમાં ઓરડાઓની અછતના કારણે વિદ્યાર્થીઓની દયનિયના કારણે શાળાના આચાર્યએ અનેકવાર શિક્ષણ વિભાગમાં અને તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરેલ છે. પરંતુ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ત્યારે, તાત્કાલિક આ શાળામાં નવા ઓરડાઓ બનાવવામાં આવે તેવી શાળાના આચાર્યએ માંગ કરી છે

બોટાદ જિલ્લાનું છેલ્લું ગામ અને ભાવનગર જિલ્લાની બોર્ડર પર આવેલુ છે ચભાડીયા ગામ આશરે 4 હજારની વસ્તી ધરાવતુ આ ગામ છે ત્યારે ગામના દરેક લોકો પોતાના બાળકો ઉચ્છ અભિયાસ કરે અને આગળ આવે તેવી આશાઓ છે પરંતુ વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલે ત્યારથી પોતાનું બાળક ઘરે પરત ન આવે ત્યાં સુધી સતત ચિંતા સતાવે છે કારણ છે ગામની પ્રાથમિક શાળા આ શાળાની અંદર બાલ વાટિકા થી લઈ ધોરણ 8 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે તેમજ શાળામાં પૂરતા શિક્ષકો છે પરંતુ અપૂરતા ઓરડાઓ ને કારણે વિદ્યાર્થીઓ પોતાના જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે અને વિદ્યાર્થીઓ ની દયનિય સ્થિતિ જોવા મળી રહી છે એક જ રૂમમાં 90 જેટલા વિદ્યાર્થીઓ ને ઠાંસી ઠાંસી ને અભ્યાસ કરવા બેસાડવામાં આવે છે અને ઓરડા પણ જર્જરિત છે જેથી ગામના આગેવાનો અને વાલીઓએ છેલ્લા કેટલાય વર્ષોથી શાળાના ઓરડાની અછત ને લઈ તંત્રમાં રજુઆત કરે છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી વાલીઓ માં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક નવા ઓરડા બનાવવાની માંગ કરી રહ્યા છે તેમજ તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો શાળાને તાળા બંધી કરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.