September 20, 2024

સાળંગપુર હનુમાનજીને રાખડીનો શણગાર, ભક્તોએ મોકલેલા પત્ર ધર્યા

બોટાદઃ સાળંગપુર હનુમાનજી દાદાને ભક્તો દ્વારા મોકલવામાં આવેલી રાખડીનો અદ્ભૂત શણગાર કરવામાં આવ્યો છે. દાદાને ભક્તો દ્વારા મોકલવામાં આવેલી ભક્તિ ભાવની રાખડી તેમજ દાદાને મોકલવામાં આવેલી ભક્તિભાવનો પત્ર આજે દાદાને ધરવામાં આવ્યો છે. રાખડી સાથેના અદ્ભુત શણગાર સાથે ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી છે.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલી વિશ્વવિખ્યાત અને સુવિખ્યાત એવું સાળંગપુર હનુમાનજી દાદાનું આ ધામ ખૂબ મોટી સંખ્યાની અંદર અહીં ભક્તો આવી અને દાદાના ભાવ અને ભક્તિ સાથે દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે. શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ એવા સાળંગપુર આ ધામમાં લોકોની અપાર દાદા પ્રત્યેની શ્રદ્ધા છે. ત્યારે મંદિર વિભાગ દ્વારા પણ તહેવારોને અનુરૂપ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે રક્ષાબંધન પર્વને ધ્યાનમાં લઈ સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા મારા દાદાને મારી રાખડી અંતર્ગત એક અભિયાન શરૂ કરવામાં આવેલું આ અભિયાન અંતર્ગત દેશ અને વિદેશમાંથી જેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન તેમજ કેનેડા સહિત ભારતના તમામ રાજ્યોમાંથી આશરે 35 હજારથી વધુ રાખડીઓ અને પત્રો દાદાને પહોંચાડવામાં આવ્યા હતા.

આ અંતર્ગત રક્ષાબંધન પર્વ નિમિત્તે હનુમાનજી દાદાને વિશેષ રાખડી સાથેના શણગાર કરવામાં આવ્યા હતા. તેમજ દાદાની ભક્તિભાવ સાથે મોકલેલા પત્રો તેમજ રાખડી આજે દાદાને ધરવામાં આવી હતી. ત્યારે આજે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે તમામ રાખડી મોકલનારા ભક્તો દ્વારા દાદા તેમની રક્ષા કરી તેવા ભાવ સાથે આ રાખડી મોકલેલી રાખડી સાથે દાદાના દર્શન કરી ભક્તોમાં પણ આનંદ અને ખુશી જોવા મળી હતી. તો મંદિરના શાસ્ત્રી સ્વામીએ રાખડી શણગાર કરી તમામ ભક્તો દ્વારા મોકલાયેલ રાખડીઓ અને પત્રો દ્વારા ભાવ વ્યકત કર્યો અને લાગણી દર્શાવી તે તમામની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.