December 23, 2024

છૂટક તેલના ચલણ વચ્ચે લોકોને પેકેજ્ડ ઓઇલ લેવા પ્રેરિત કરવા જાગૃતિ જરૂરી હતી: શૈલીન પટેલ

અમદાવાદ: બ્રાન્ડ સ્ટોરીમાં વાત કરીએ N K Proteinsના જનરલ મેનેજર શૈલીન પટેલ સાથે. જેમણે પોતાની પ્રોડક્ટની બ્રાન્ડ વેલ્યૂ વધારવા માટે કેવા પ્રયાસો કર્યા. જણાવી દઈએ કે જાણીતી એડીબલ ઓઇલ પ્રોડક્ટ તિરૂપતિ ઓઇલ N K Proteinsની પ્રોડક્ટ છે અને બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર તેના બ્રાન્ડ એમ્બેસેડર છે. તો જાણીએ શૈલીન પટેલના શબ્દોમાં તેમની પ્રોડક્ટની બ્રાન્ડ વેલ્યૂ.

શૈલીન પટેલ સાથે વાત કરતાં, ઓઇલ માર્કેટમાં આટલા બધા અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટર્સ વચ્ચે ઓર્ડર ઓફ પ્લેસમેન્ટ કેવી રીતે કરવી તેને લઈને જણાવ્યું કે, “અમે પહેલેથી બ્રાન્ડ અવેરનેસ માટે કામ કર્યું છે. જે લોકો પહેલા 20 30 વર્ષ પહેલા છૂટક ઓઇલ મળતું હતું. અમે બ્રાન્ડ અવેરનેસ કરીને તેને પેકેજ્ડ તરફ અને પેકેજ્ડથી બ્રાન્ડેડ તરફ લઈ જવા માંગીએ છીએ. અમે બ્રાન્ડ પ્રોમિસ આપતા હતા કે તેમને ક્વોલિટી વસ્તુ મળશે. અમે અમુક થોડા રૂપિયા માટે તમારા પરિવારની સેફટી સાથે કોમ્પ્રોમાઇઝ ન કરવું જોઈએ. એડીબલ ઓઇલ આજે પણ એક મેજર કોમોડિટી છે. પણ તેમાં અમારે ફરક એ છે કે અમે ક્વોલિટી પ્રોડક્ટ વ્યાજબી ભાવે અને અમે જીરો મેન્યુઅલ ઇન્ટરવેન્શન આપવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે વગર કોઈ મેન્યુઅલ ઇન્ટરવેન્શન અમે અમારી પ્રોડક્ટ બનાવીએ છીએ અને અમારા કસ્ટમર્સને સર્વ કરીએ છીએ.”

કરીના કપૂરને મોડલ તરીકે લેવા પાછળનું કારણ
શૈલીન પટેલે જણાવ્યું, ‘કરીના કપૂરને અમે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાડા ત્રણ ચાર વર્ષ પહેલા લીધા. જ્યારે તેઓ માતા બન્યા ત્યારે તેઓ અમારા તમામ લોકોને ક્વોલિટી પ્રોડક્ટ આપવાના બ્રાન્ડ પ્રોમિસ સાથે જોડાયા. ખાસ કરીને માતાઓને જે ક્યારેય પોતાના બાળકો અને પરિવારના આરોગ્યને ધ્યાનમાં રાખીને ક્યારેય સામાન્ય પ્રાઇઝને લીધે ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરતાં અને પોતાના પરિવારને સારામાં સારી વસ્તુઓ આપવા માટે તત્પર હોય છે અને જ્યારે કરીના કપૂર માતા બન્યા ત્યારે અમે તેમને અમારી બ્રાન્ડ સાથે જોડવા માટે વિચાર્યું. અને જેથી અમારી પ્રોડક્ટને કોટન સીડ, સીંગતેલ, રિજનલ ઓઇલથી અન્ય ઓઇલથી લઈને રાઈસ બ્રાન ઓઇલ સુધી અમારી પ્રોડક્ટ સુધી વધારી શક્યા. અમે હાલ મેજરલી પશ્ચિમ ભારતમાં છીએ અને ઉત્તર ભારતમાં બિઝનેસ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.”