બટાકા ડુંગળીનો આ રીતે બનાવો નાસ્તો, જાણો રેસીપી
Breakfast Recipe: પોહા, ઢોસા, ઈડલી અને ઉપમા ખાઈને કંટાળી ગયા છો? અમે મારા માટે 5 મિનિટમાં બનતા નાસ્તાની રેસેપી લઈને આવ્યા છીએ. તમારા પરિવારને ચોક્કસ ભાવશે. આવો જાણીએ આ નાસ્તાની રેસેપી.
આ છે રેસીપી
પહેલું સ્ટેપ
સૌથી પહેલા તમારે બટાકા લેવાના રહેશે. ડુંગળી પણ લો. બટાકાને અને ડુંગળીની ધોઈ લો. હવે ડુંગળીને લાંબી પાતળી રીતે કાપી લો. બટાકાને પણ એજ રીતે છીણીને પાણીમાં નાંખી દો.
બીજું સ્ટેપ
હવે એક બાઉલમાં 1 કપ ઘઉંનો લોટ લો. હવે તમારે છીણેલા મરચાં અને ખાવાનો સોડા નાંખવાનો રહેશે. હવે તમારે તેમાં મીઠું ઉમેરવાનું રહેશે. લોટમાં દૂધ ઉમેરો. બેટરમાં 1 ચમચી દેશી ઘી ઉમેરો.
ત્રીજું સ્ટેપ
ઝીણી સમારેલી ડુંગળી અને છીણેલા બટેટાને પાણીમાંથી કાઢીમાં તેને ઉમેરો. લોટના બેટર સાથે બધું મિક્સ કરવાનું રહેશે. આ પછી તમારે ચીઝનો એક મોટો ક્યુબ છીણી લેવાનો રહેશે. હવે તમારે કડાઈને ગરમ કરવાની રહેશે. આ પછી તમારે તેમાં થોડું બટર ઉમેરવાનું રહેશે.
આ પણ વાંચો: જાણવા જેવી ઘટનાઃ દીકરીનું સરઘર નીકળ્યું એ અમરેલીમાં લોકોએ સંતને પાખંડી માની સરઘસ કાઢેલું
ચોથું સ્ટેપ
બેટર એક તપેલીમાં કે કડાઈમાં નાખીને સરખી રીતે ગરમ કરો. હવે તમે તેમાં ચીલી ફ્લેક્સ અને મસાલા ઉમેરો. હવે એક પ્લેટમાં ઘી લગાવો અને તૈયાર કરેલો બેઝ કાઢી નાંખો. હવે તમામને પ્લેટમાં કાઢી લો. બટાકા, ડુંગળી અને લોટમાંથી બનેલો આ સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર છે.