November 22, 2024

PM મોદી BRICS Summit માટે રશિયાના કાઝાન પહોંચ્યા, એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

PM Modi Russia Visit: PM નરેન્દ્ર મોદી (Narendra Modi) BRICS Summitમાં ભાગ લેવા મંગળવારે રશિયાના કઝાન પહોંચ્યા હતા. PM મોદીનું ભવ્ય સ્વાગત કરવા માટે એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પીએમ મોદી અહીં બ્રિક્સ દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ સિવાય તે અન્ય ઘણા કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રશિયાના કઝાન ખાતે આગમન થતાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ અહીં રશિયાની અધ્યક્ષતામાં આયોજિત 16માં બ્રિક્સ સમિટમાં ભાગ લેવા આવ્યા છે.

PM મોદી 16મી બ્રિક્સ સમિટનમાં હાજરી આપી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર 22-23 ઓક્ટોબરે રશિયાની મુલાકાતે છે. યજમાન રશિયાની અધ્યક્ષતામાં અહીં 16મી BRICS સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કઝાનમાં આયોજિત બ્રિક્સ દેશોના સંમેલન સિવાય પીએમ મોદી બ્રિક્સના સભ્ય દેશો અને કઝાનમાં આવનાર અન્ય આમંત્રિત નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી શકે છે.

પીએમ મોદીના રશિયા પ્રવાસનું શેડ્યૂલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12.55 કલાકે રશિયાના કઝાન પહોંચશે. આ પછી તેઓ બપોરે 1.35 વાગ્યે હોટલ પહોંચશે. જ્યાં ભારતીય સમુદાયના લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. બપોરે 3:30 થી 4:30 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત થશે. આ પછી, દ્વિપક્ષીય બેઠકનો પ્રથમ સ્લોટ સાંજે 6:30 વાગ્યે અને બીજી સાંજે 7:45 વાગ્યે યોજાશે. આ પછી પીએમ મોદી રાત્રે 9.30 વાગ્યે કઝાન સિટી હોલ પહોંચશે, જ્યાં બ્રિક્સ નેતાઓનો સ્વાગત સમારોહ છે.

બ્રિક્સ સંમેલનમાં પીએમ મોદીની ભાગીદારી અંગે રશિયામાં ભારતીય રાજદૂત વિનય કુમારે કહ્યું કે ભારત બ્રિક્સનો સ્થાપક સભ્ય છે અને બ્રિક્સના માળખામાં આર્થિક સહયોગ માટે પ્રતિબદ્ધ છે. ગ્લોબલ સાઉથ અને અન્ય દેશોમાં બ્રિક્સ સાથે સહયોગ કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં રસ વધી રહ્યો છે.

બ્રિક્સ સંગઠનમાં 9 સભ્યો, તેનો હેતુ શું છે?
હાલમાં BRICS સભ્યોની સંખ્યા 9 છે. જેમાં બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઈરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાત (UAE)નો સમાવેશ થાય છે. તેનો ઉદ્દેશ્ય વિકાસશીલ દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારવા, સંકલન જાળવી રાખવા. એકબીજા સાથે રાજકીય સંબંધો સુધારવા અને પરસ્પર આર્થિક સહાયતામાં સહકાર આપવાનો છે. આ વખતે રશિયા 16મી બ્રિક્સ સંમેલનનું આયોજન કરી રહ્યું છે. જેમાં 16 ઉચ્ચ સ્તરીય મહેમાનો હાજરી આપવાના છે.

આ નેતાઓ બ્રિક્સમાં જોડાશે
શી જિનપિંગ – ચીન
નરેન્દ્ર મોદી – ભારત
લુલા દા સિલ્વા- બ્રાઝિલ
સિરિલ રામાફોસા – દક્ષિણ આફ્રિકા
મસૂદ પેઝેશ્કિયન- ઈરાન
મોહમ્મદ બિન ઝાયેદ- UAE
અબ્દેલ ફત્તાહ અલ-સીસી- ઇજિપ્ત
અબી અહમદ અલી – ઇથોપિયા
રેસેપ તૈયપ એર્દોગન- તુર્કી
એલેક્ઝાંડર લુકાશેન્કો- બેલારુસ
નિકોલ પશિન્યાન- આર્મેનિયા
કાસિમ ટોકાયેવ- કઝાકિસ્તાન
ઉખાનાગીન ખુરેલસુખ- મોંગોલિયા
લુઈસ આર્સ કેટાકોરા – બોલિવિયા
ડેનિસ સાસોઉ ન્ગ્યુસો – કોંગો
થોંગલોન સિસોલિથ- લાઓસ