September 19, 2024

BSNL 5G સિમ લોન્ચનો વીડિયો સામે આવ્યો

BSNL 5G Launch News Update: જુલાઈના શરૂઆતના દિવસોમાં, ખાનગી ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો. તે જ સમયથી BSNL સતત હેડલાઈન્સમાં જોવા મળી રહ્યું છે. કારણ કે BSNL તેના ગ્રાહકોને સૌથી સસ્તું પ્લાન ઓફર કરે છે. ખાસ વાત એ છે કે BSNL પાસે ઓછા ખર્ચે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને પ્લાન તમને મળી રહે છે. હવે છેલ્લા કેટલાક દિવસોથી BSNLના 4G અને 5G નેટવર્કને લઈને પણ અહેવાલો મળી રહ્યા છે.

ઝડપથી વાયરલ થઈ રહ્યો
થોડા દિવસો પહેલા જ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ BSNL 5Gનું પરીક્ષણ કરતા જોવા મળ્યા હતા. તેણે BSNLના 5G નેટવર્ક સાથે પ્રથમ વીડિયો કોલ પણ કર્યો હતો. આ પછી તેણે BSNL યૂઝર્સ માટે એક મોટા ખુશખબર સામે આવ્યા છે. ટૂંક સમયમાં જ તેને યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી શકે છે.   જેનો BSNL 5Gનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો શેર કર્યો
કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓ વીડિયો કોલ કરતા જોવા મળે છે. આ પોસ્ટમાં કેન્દ્રીય મંત્રીએ BSNL 5G સક્ષમ કોલ ટ્રાયલ હાથ ધરવાની વાત હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો BSNL 5G સિમ કાર્ડ લોન્ચ કરવાનો છે. તેમાં BSNL 5G સિમ પણ બતાવવામાં આવી રહ્યું છે. જોકે કંપની તરફથી કોઈ માહિતીની જાહેરાત કરવામાં આવી નથી. વીડિયોમાં એક સિમ કાર્ડ દેખાઈ રહ્યું છે. તેમાં BSNL લખેલું છે. સિમ કાર્ડની પ્લેટ પર 5G પણ લખેલું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો મહારાષ્ટ્રના BSNL ઓફિસનો છે. અમે આ વીડિયોની પુષ્ટિ કરતા નથી.