December 5, 2024

BSNLએ શરુ કરી નવી સેવા, સેટ-ટોપ બોક્સ વિના 500 થી વધુ ચેનલો મફતમાં જોઈ શકશો

BSNL એ તેના બ્રોડબેન્ડ યુઝર્સ માટે એક નવી સેવા શરૂ કરી છે. જેમાં યુઝર્સને સેટ-ટોપ બોક્સ વિના 500 થી વધુ HD ટીવી ચેનલો મફતમાં જોવાનો લાભ મળશે. આ સાથે 20 થી વધુ OTT એપ્સની મફત ઍક્સેસ પણ મળી રહેશે.

ડિજિટલ ટીવી સેવા IFTV લોન્ચ કરી
BSNL એ તમિલનાડુ અને મધ્યપ્રદેશમાં ડિજિટલ ટીવી સેવા IFTV લોન્ચ કરી છે. હવે પંજાબમાં પણ આ સેવાની શરૂઆત કરવામાં આવી છે. ભાગીદારીમાં Skypro BSNLનો ભાગીદાર હશે. SNL બ્રોડબેન્ડ ઈન્ટરનેટ યુઝર્સ 500 થી વધુ લાઈવ ટીવી ચેનલો ફ્રીમાં જોઈ શકશે. કંપનીએ દાવો કર્યો છે કે યુઝર્સને 20 થી વધુ OTT એપ્સની ફ્રી એક્સેસ આપવામાં આવશે. ચંદીગઢના 8,000 BSNL ભારત ફાઈબર બ્રોડબેન્ડ વપરાશકર્તાઓને ઓફર કરવામાં આવી રહી છે. થોડા જ સમયમાં આ સેવા દેશના તમામ વિસ્તારમાં શરૂ કરી દેવામાં આવશે. આ સેવાને સેટ-ટોપ બોક્સ વિના તમારે યુઝ કરવી હોય તો તમારે Skyproની એપ ઇન્સ્ટોલકરવાની રહેશે.

આ પણ વાંચો: સ્કિન ટોનને ધ્યાને લઈ પસંદ કરો લિપસ્ટિક-ફાઉન્ડેશન