December 23, 2024

BSNLના ગ્રાહકોને હવે મોજ, 13 મહિનાના રિચાર્જમાં મળશે આ લાભ

BSNL ફરી એકવાર કરોડો મોબાઈલ યુઝર્સને માટે નવો પ્લાન લઈને આવી છે. Jio, Airtel અને Viએ તેના રિચાર્જ પ્લાનમાં વધારો કર્યો છે ત્યારથી જ BSNLના ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો છે. આ વધારો લાખોની સંખ્યામાં છે. BSNLએ ફરી એક નવો પ્લાન એડ કર્યો છે.

આ પણ વાંચો: PV Sindhu Wedding: PV સિંધુએ ઉદયપુરમાં કર્યાં લગ્ન, પહેલી તસવીર આવી સામે

BSNLલાવી 13 મહિનાનો પ્લાન
13 મહિનાની લાંબી વેલિડિટી સાથે BSNL નવો પ્લાન લઈને આવ્યું છે. આ પ્લાન 2399 રૂપિયામાં આવે છે. BSNL રૂ. 2399ના પ્લાનમાં 395 દિવસ માટે છે. જેમાં તમને ફ્રી કોલિંગ મળી રહેશે. 100 ફ્રી SMS પણ આપવામાં આવે છે. તમને દરરોજ 2GB ડેટા મળી રહેશે. 40Kbpsની સ્પીડથી ઇન્ટરનેટ મળી રહેશે. 395 દિવસમાં કુલ 790GB ડેટાનો ઉપયોગ તમે કરી શકો છો.