BSNLનો આવી ગયો 80 દિવસનો આ સસ્તો રિચાર્જ પ્લાન, મળશે આ લાભ

BSNL હાલ અલગ અલગ પ્લાન રજૂ કરી રહ્યું છે. હવે જે પ્લાન રજૂ કર્યો છે તે પ્લાન 80 દિવસની વેલિડિટીનો છે. જેમાં અનલિમિટેડ કોલિંગ સાથે ફ્રી ડેટાનો લાભ પણ ઉપલબ્ધ છે. આવો જાણીએ કે આ પ્લાનનો શું મળશે લાભ.
આ પણ વાંચો: IPLમાં અમ્પાયરોને કેટલો પગાર મળે છે?
80 દિવસ માટે સસ્તું રિચાર્જ
ભારત સંચાર નિગમ લિમિટેડે તેના સત્તાવાર X હેન્ડલ પર આ વિશે માહિતી આપી હતી. આ સસ્તો રિચાર્જ પ્લાન 80 દિવસનો છે જેની કિંમત 485 રૂપિયામાં તમને પડશે. જેમાં તમને 160GB ડેટાનો લાભ મળશે. 100 મફત SMSનો લાભ પણ મળશે. 400 થી વધુ લાઇવ ટીવી ચેનલો, OTT એપ્સ વગેરેની મફત ઍક્સેસ મળે છે.