November 22, 2024

Budget 2024: સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા માટે ખુશખબર, સસ્તા થશે મોબાઈલ અને ચાર્જર

Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનું 7મું બજેટ રજૂ કર્યું છે. સામાન્ય માણસને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. નાણામંત્રીએ આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. પરંતુ આ વખતે શું સસ્તું થયું અને શું મોંઘું થયું તેના પર મોટા ભાગની નજર કેન્દ્રિત થઈ ગઈ. આ વખતે મોટી જાહેરાતો કરતી વખતે નાણામંત્રીએ મોબાઈલ ફોન સસ્તા કરવાની જાહેરાત કરી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે (23 જુલાઈ) સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન નાણામંત્રીએ જાહેરાત કરી છે કે મોબાઈલ ફોન અને ચાર્જર સસ્તા થશે. નિર્મલા સીતારમણ કહે છે કે છેલ્લા 6 વર્ષમાં સ્થાનિક ઉત્પાદનમાં ઘણો વધારો થયો છે.

નાણાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મોબાઈલ પાર્ટ્સ, ગેજેટ્સ અને પીવીસીના ઉત્પાદનમાં વપરાતા ભાગો પર કસ્ટમ ડ્યુટીમાં 15 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, એવું કહી શકાય કે ગ્રાહકો માટે નવો સ્માર્ટફોન અને ચાર્જર ખરીદવું સસ્તું પડશે.

આ પણ વાંચો: નાણામંત્રીની બજેટમાં મોટી જાહેરાત, કેન્સરની 3 દવાઓ સસ્તી થશે

‘મોબાઇલ ઉત્પાદનમાં 3 ગણો વધારો’
કસ્ટમ ડ્યુટીમાં ઘટાડા બાદ હવે મોબાઈલ ફોન અને ચાર્જરની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. માહિતી આપતાં નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન ત્રણ ગણું વધી ગયું છે.