Builder of Nation Award: ‘બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ અફોર્ડેબલ’ કેટેગરીમાં વિજેતા કોણ?
Builder of Nation Award: સુરતમાં ગુજરાતી ન્યૂઝ ચેનલ ન્યૂઝ કેપિટલ દ્વારા ‘બિલ્ડર ઓફ ધ નેશન’ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના બિલ્ડરોનું સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તમામ વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
Best Residential Project Affordable – ગ્રીન હોમ્સ, રૂંગ્ટા ડેવલોપર્સ
રૂંગટા ડેવલપર્સ ગ્રાહકોને વાજબી કિંમતે અને ટકાઉ રૂપે ભવ્ય ઘરો પૂરા પાડવાના તેમના સમર્પણ માટે જાણીતા છે. એક યુવાન રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની તરીકે સુરતમાં રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ સહિત કેટલાક શ્રેષ્ઠ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ સાથે ઓળખ બનાવીને, ખૂબ ઓછા સમયમાં ખૂબ આગળ નીકળી ગઈ છે.
કંપની વિઝન
રૂંગટા ડેવલપર્સનું પ્રાથમિક ધ્યેય પ્રોજેક્ટ ડિલિવરી સમયરેખા જાળવવાનું અને 100 ટકા ગ્રાહક સંતોષ પ્રાપ્ત કરાવવાનું છે. તેમને ગ્રાહકોની સેવા કરવામાં ખૂબ આનંદ થાય છે અને તેમનો સંતોષ ડેવલોપર્સ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
કંપની મિશન
તંદુરસ્ત જીવનશૈલી જીવવા માટે કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડતા ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવું. દરેકને પોષાય તેવા ખર્ચે વૈભવી જીવનનિર્વાહ પ્રદાન કરવાનું પણ છે!