December 5, 2024

નવેમ્બરમાં મારુતિના વાહનોની વધી બમ્પર માંગ, વેચાણમાં 10%નો વધારો

Maruti Cars: નવેમ્બર મહિનાના વાહન વેચાણના આંકડા આવી ગયા છે. આ મહિનામાં ફરી એકવાર મારુતિનો દબદબો જોવા મળ્યો છે. મારુતિના વાહન વેચાણમાં 10%નો વધારો જોવા મળ્યો છે. વેચાણ વાર્ષિક ધોરણે 10 ટકા વધીને 1,81,531 યુનિટ થઈ ગયું છે.

આ પણ વાંચો: ભારતમાં વાહનોની નંબર પ્લેટમાં કેટલા રંગો હોય છે? અલગ અલગ રંગનો શું છે અર્થ આવો જાણીએ

હ્યુન્ડાઈનું વેચાણ સાત ટકા ઘટ્યું હતું
નવેમ્બરના મહિનામાં હ્યુન્ડાઈનું વેચાણ સાત ટકા ઘટી ગયું છે. ડિઝાયર, ઇગ્નિસ, બલેનો, સેલેરિયો, સ્વિફ્ટ, ટૂર એસ અને વેગનઆર જેવી કોમ્પેક્ટ કારનું વેચાણ નવેમ્બરમાં ઘટીને 61,373 યુનિટ થઈ ગયું છે. વેન ઇકોનું વેચાણ ગયા મહિને 10,589 યુનિટ થઈ ગયું છે જે નવેમ્બર 2023માં 10,226 યુનિટ થઈ ગયું છે. TVS મોટર કંપનીનું કુલ વેચાણ 10 ટકા વધ્યું છે. સુઝુકી મોટરસાઇકલનું કુલ વેચાણ આઠ ટકા વધીને 94,370 યુનિટ થઈ ગયું છે.