November 24, 2024

ફેસબુક, ઈન્સ્ટા બાદ હવે વોટ્સએપ પર પણ મળશે ‘બ્લુટિક’, પેઈડ પ્લાન તૈયાર

Meta Business Verification: ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર બિઝનેસનો પ્રચાર હવે વધુ સરળ બનશે. Meta એ વેપાર અને વ્યવસાયને પ્રમોટ કરવા માટે એક નવો વેરિફિકેશન પ્લાન લોન્ચ કર્યો છે. આ અંતર્ગત બિઝનેસ વેરિફિકેશન પછી બ્લુ ટિક મળશે. આ બ્લુ ટિક તેના પ્લેટફોર્મના ત્રણેય પ્લેટફોર્મ ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર દેખાશે. મેટાનું બ્લુ ટિક વેરિફિકેશન સબસ્ક્રિપ્શન તમને માત્ર બ્લુ ટિક જ નહીં આપે, પરંતુ તમને અન્ય ઘણા ફાયદા પણ મળશે. બ્લુ ટિક મેળવવાથી, તમે વિશ્વાસપાત્ર બનો છો અને લોકો તમારા વ્યવસાયને વધુ સારી રીતે સમજી શકશે. હાલ તો આવા એકાઉન્ટને ઓથેંટિકેટ માનવામાં આવે છે.

ઘણી સુરક્ષા પણ આપશે.
મેટાનું નવું બિઝનેસ વેરિફિકેશન સબસ્ક્રિપ્શન લેનારા યુઝર્સને બ્લુ ટિકની સાથે ઘણી બિઝનેસ સુરક્ષા પણ મળશે. આ માટે કંપની છેલ્લા એક વર્ષથી ટેસ્ટિંગ કરી રહી છે. કેટલાક લોકોને આ સુવિધાનો ઉપયોગ કરવાનો મોકો પણ મળ્યો છે. ગયા મહિને જ વ્હોટ્સએપ પર બિઝનેસ વેરિફિકેશનનો પ્લાન પણ બહાર પાડવામાં આવ્યો હતો. WhatsApp ઉપરાંત તમને Facebook અને Instagram પર વેરિફાઈડ બિઝનેસ એકાઉન્ટનો લાભ પણ મળશે. કિંમત વિશે વાત કરીએ તો, Metaની એક એપનો પ્લાન રૂ. 639/મહિનાથી શરૂ થાય છે. તેનો પ્લાન એક એપ માટે દર મહિને રૂ. 21,000 સુધી જાય છે, જેમાં ડિસ્કાઉન્ટ પણ સામેલ છે.

આ પણ વાંચો: OPEN AIના સહ સ્થાપકે શરૂ કરી પોતાની કંપની, CHAT GPT સામે જોખમ ખરૂ?

સારા ફોલોઅર્સ હોય તો સારૂ પડે
મેટા કંપનીના બ્લુટિક પ્લાનથી કોઈ પણ બિઝનેસ પેજ કે એકાઉન્ટ પર સારી એવી રીચ ઊભી કરી શકાય છે. આ માટે પ્રીમિયમ લેવું અનિવાર્ય માનવામાં આવે છે. મેટા કંપનીએ આ માટે ચાર પ્લાન તૈયાર કર્યા છે. જેને યુઝર્સ પોતાની સુવિધા અને બજેટ અનુસાર પસંદ કરી શકે છે. આ માટે તે પૂરતો સપોર્ટ અને વેરિફિકેશન પણ આપી દેશે. એન્ડ્રોઈડ અને આઈફોન ઓપરેટિંગ સિસ્ટમ ઉપરથી પણ આ પ્લાનને ખરીદી શકાય છે. પણ આ માટે કેટલાક યુઝર્સ તમારા ફોલોઅર્સ હોવા અનિવાર્ય છે.