BZ ગ્રુપ સામે વધુ એક ફરિયાદ, 120 ટકા વળતર આપવાની લાલચ આપી હતી
ગાંધીનગરઃ BZ કૌભાંડ મામલે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા અને મુખ્ય એજન્ટ મયુર દરજી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. CID ક્રાઇમે વધુ એક ગુનો દાખલ કર્યો છે. ખેડામાં કપડવંજના કમલેશ ચૌહાણે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, Bz ફાઇનાન્સિયલ સર્વિસમાં વિવિધ રોકાણ પર લાલચ આપવામાં આવતી હતી. 3 ટકાથી 120 ટકા જેટલું ઊંચું વળતર આપવાની લાલચ આપીને લોકો સાથે ઠગાઈ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કમલેશ ચૌહાણ અને મિતેષ પ્રજાપતિ સાથે રૂપિયા 2 લાખ 10 હજારની ઠગાઈનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.