BZ પોન્ઝી સ્કિમ મામલે CID ક્રાઇમની કાર્યવાહી, મયુર દરજી અને ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ

ગાંધીનગર: BZ પોન્ઝી સ્કિમ મામલે CID ક્રાઇમે વધુ એક ગુનામાં ભુપેન્દ્રસિંહ ઝાલા અને મયુર દરજીની ધરપકડ કરી છે. કપડવંજના રોકાણકારે આ મામલે ફરિયાદ કરી હતી. ત્યારબાદ સીઆઇડી ક્રાઇમે કાર્યવાહી હાથ ધરી હતી અને બે આરોપીની ધરપકડ કરી હતી.
કપડવંજના રોકાણકારે 2.10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ત્યારે CID ક્રાઇમે આરોપી મયુર દરજી, ભુપેન્દ્રસિંહ ઝાલાની ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરી છે. પોલીસે વધુ રીમાન્ડની માગણી ન કરતા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.