સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સી.આર.પાટીલનું નિવેદન આવ્યું સામે
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2025/02/Cr-Patil.jpg)
Gandhinagar: આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ગુજરાતમાં જૂનાગઢ મહાનગર પાલિકા, ગાંધીનગર તાલુકા પંચાયત, કપડવંજ તાલુકા પંચાયત અને કઠલાલ તાલુકા પંચાયત સહિત 68 નગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને આજે પરિણામ આવી ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં સૌથી મોટી જીત મેળવી છે. જેને લઈને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, વડાપ્રધાન લોકપ્રિયતા અને તેમનો વિકાસ આખા દેશમાં જોવા મળ્યો.
પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કહ્યું કે, આજના દિવસે જે ભવ્ય વિજય અપાવ્યો છે તે માટે મતદારોને અભિનંદન છે. વડાપ્રધાન લોકપ્રિયતા અને તેમનો વિકાસ આખા દેશમાં જોવા મળ્યો છે. વડાપ્રધાનના અશ્વમેઘ યજ્ઞને રોકવો તમામ પાર્ટી માટે મુશ્કેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જીત મળી છે.
આ પણ વાંચો: મહાકુંભ પર CM મમતા બેનર્જીનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-‘આ મૃત્યુ કુંભ છે’
તમામ કાર્યકતાઓ એક સાથે રહીને કામ કરી રહ્યા છે તેની જીત છે. તેમજ અમારી કલ્પના હતી તેમાં કચાશ રહી ગઈ. 68 માંથી 68 જીતવાના હતા. પરતું તમામ સીટો ન જીતવાનો આફસોસ છે. પાંચ સીટોમાં તો અપક્ષ સીટો ટેકો આપવાનું કહી રહી છે.જેથી 65 બેઠકો બીજેપીની કહી શકાય. 7 નગરપાલિકામાં કોંગ્રેસનું ખાતું પણ નથી ખુલ્યું. કેટલી જગ્યાએ કોંગ્રેસને એક અથવા બે સીટો મળી છે. કોંગ્રેસના ધારાસભ્ય પોતે નગરપાલિકાનું ઇલેક્શન લડ્યા પરતું હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના પાયા વગરના નેતાઓને કારણે કોંગ્રેસ હારી છે. પરિણામ જોઈએ તો 96 ટકા નો સ્ટ્રાઈક રેટ જોવા મળ્યો જે એક રકોર્ડ છે.